Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022
રાજકોટનાં ગિરનાર પાનવાળા લલિતચંદ્ર વસાણીનું અવસાનઃ ગુરૂવારે બેસણુ-પ્રાર્થના સભા

રાજકોટ : રાજકોટ નિવાસી લલિતચંદ્ર અમૃતલાલ વસાણી ગિરનાર પાનવાળા તે શ્રી નીરવભાઇ વસાણી મો. ૯૮૯૮૪ ૯૪૧૦૧ (સદ્‌્‌ગુરૂ મેન્‍યુફેકચરીંગ) સંત કબીર રોડના પિતાશ્રી તેમજ ચંદુભાઇ વસાણી ગોંડલ, નવીનભાઇ વસાણી, સ્‍વ. બીપીનભાઇ વસાણી, ભરતભાઇ વસાણી રાજકોટ, ગં. સ્‍વ. ભારતીબેન દિલીપકુમાર તન્ના (માણાવદર), ગં. સ્‍વ. સરોજબેન મહેન્‍દ્રકુમાર બુધ્‍ધદેવ (આફ્રિકા વાળા) ગં. સ્‍વ. કનુબેન નરેન્‍દ્રકુમાર દેવાણી (બોમ્‍બે) ના મોટાભાઇ તેમજ માલતીબેન મનીષકુમાર ચોટાઇ (મુંબઇ), દિપ્તિબેન અતુલકુમાર રાયઠઠ્ઠા (જામનગર)ના પિતાશ્રી તથા સ્‍વ. હરખચંદ કરસનદાસ ચંદારાણા (ભાયાવદર વાળા)ના જમાઇ તા. ૬-૧૧-ર૦રર ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.

સદ્‌્‌ગતનું બેસણુ-પ્રાર્થના સભા તા. ૧૦ ને ગુરૂવારના રોજ સાંજે પ થી ૬ રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્‍થળ બાલકુંજ હોબી સેન્‍ટર, વિવેકાનંદ સોસાયટી, એરપોર્ટ રોડ, રેલ્‍વે ફાટક પાસે, રાજકોટ

મંજુલાબેન જોબનપુત્રાનું ૭૨ વર્ષની વયે દુઃખદ અવસાન

રાજકોટ : નેકનામ નિવાસી હાલ રાજકોટ નારણભાઈ વલમજીભાઈ જોબનપુત્રાના પુત્રવધુ તે સ્વ.નટવરભાઈ નારણભાઈ જોબનપુત્રાના ધર્મપત્નિ મંજુલાબેન (ઉ.વ.૭૨) તે મનીષભાઈ તથા જીજ્ઞેશભાઈના માતુશ્રી, તે ડાયાલાલ નાથાલાલ પાઉંના પુત્રી તેમજ ભીખાલાલના મોટા બહેન, તથા ભાયલાલભાઈ, વિનોદભાઈ પ્રવિણભાઈ, હર્ષદભાઈના ભાભી તથા કિરણબેન કનૈયાલાલ રાજવીર તેમજ મીતાબેન સુરેશકુમાર પૂજારાના માતુશ્રીનું આજરોજ  તા. ૭ના સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. તા. ૧૧ના શુક્રવારે સૂર્યમુખી બટુક હનુમાનજીનું મંદિર, કુવાડવા રોડ, જૂના જકાતનાકા સામે, સાંજે ૫:૩૦ કલાકે રાખેલ છે.

અવસાન નોંધ

સવિતાબેન સેલારા

રાજકોટઃ કારડીયા રાજપુત સ્‍વ.ભાવસીંગભાઈ તળશીભાઈ સેલારાના ધર્મપત્‍નિ તથા ભગવાનજીભાઈ, વિનુભાઈના મોટાભાભી, રમેશભાઈ, જગદીશભાઈના માતુશ્રી, સંજય, દશરથના દાદીમાં, સવિતાબેન ભાવસિંહ સેલારા તા.૬ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૦ને ગુરૂવારના રોજ ૧૫૦ ફૂટ રીંગરોડ કારડીયા રાજપુતની વાડી ખાતે રાખેલ છે.

કમલેશભાઇ ચંદારાણા

રાજકોટઃ કમલેશભાઇ મેઘજીભાઇ ચંદારાણા (કાળુભાઇ) (ઉ.વ.૭૨) તે રસિકભાઇના નાના ભાઇ, કલ્‍પનાબેન સંજયભાઇ ભીમાણીના પિતા તથા સ્‍વ. છોટાલાલ મુળજીભાઇ કારીયાના જમાઇનું તા. ૭/૧૧ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. ૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૫, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ૧૫૦ રીંગ રોડ સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ પાછળ રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.