Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021
દિલાવરભાઈ રિક્ષાવાળાની વફાત : રાજકોટની વિવિધ મસ્જીદોમાં સેવા આપનાર

રાજકોટ, તા. ૧૧ :. શહેરની વિવિધ મસ્જીદોમાં ખિદમતગાર તરીકે સેવાઓ આપનાર અને રિક્ષા ચલાવી પોતાનો નિર્વાહ ચલાવનાર મીર દિલાવર ઈસ્માઈલભાઈ ચાવડા (ઉ.વ. ૫૮) તા. ૮-૧૧-૨૧ને સોમવારના રોજ હાર્ટએટેકના લીધે અચાનક નાની વયે વફાત પામ્યા છે. તેઓની દફનવિધિ મૌલાના મુહંમદ જફર (ઈમામ ફારૂકી મસ્જીદ)ની દેખરેખમાં માજોઠી કબ્રસ્તાન ખાતે થઈ હતી અને તેઓની ઝિયારત ગઈકાલે બુધવારે તેઓના એક માત્ર સુપુત્ર શમ્શુદ્દીન મીરના નિવાસસ્થાન નવાગામ (આણંદપર) ગામે યોજાઈ હતી.

મર્હુમ દિલાવરભાઈ મીર ખૂબજ નેક અને ઈબાદત ગુજાર હતા. સતત તેઓનું જીવન સેવાના ધ્યેયમાં અને ઈબાદતમાં જ પસાર થયુ હતું. પોતે પ્રખર સુન્ની હોવાના નાતે ફારૂકી મસ્જીદ નગીના મસ્જીદ સહિતની અનેક મસ્જીદોમાં સેવા બજાવી હતી.

જેમાં છેલ્લે તેઓ જીલાની મસ્જીદ (પોપટપરા) ખાતે સેવારત રહ્યા હતા. જ્યાં ગઈકાલે મૌલાના ફતી ઉર્ફે રહેમાન, સોહિલભાઈ હાલા સહિતના નમાઝી ભાઈઓ દ્વારા મર્હુમને ઈસાલે સવાબકરાયો હતો. પોતે સાદુ જીવન જીવી રહ્યા હતા અને ગરીબીમાં જીવન પસાર થયુ હતું. તેઓ ફાતેહ સૌરાષ્ટ્ર, હઝરત મૌલાના મુહંમદ ઈસ્હાક સાહેબ હશમતી (રહે.)ના શિષ્ય હતા અને મસ્લકે આ'લા-હઝરતના હિમાયતી હતા. પોતે સત્યનિષ્ઠની છાપ ધરાવતા હતા. જેઓની વિદાયથી ઈમરાનભાઈ પરમાર, હાજી શોએબભાઈ ખોખર, નાસિરભાઈ હેરંજા ઉપરાંતના આપ્તજનોએ આઘાતની લાગણી અનુભવી હતી.

જર્જરિત રિક્ષા ચલાવી જે મળે તેમા ગુજરાન કરી લેનાર અને ગરીબી હોવા છતા ઈશ્કે રસુલમાં એટલા રત હતા કે બે વાર ઉમરાહ (મીની હજ્જ) પણ કરી ભાગ્યવાન બન્યા હતા.

ગોંડલઃ એડવોકેટ અશોકભાઇ ચાંગેલાના પિતાનું અવસાન

ગોંડલઃ મોવિયા નિવાસી સવજીભાઇ જેઠાભાઇ ચાંગેલા તે સ્વ. લાભુબેનના પતિ તથા સ્વ. હરેશભાઇ મનસુખભાઇ મણીભાઇ તથા એડવોકેટ અશોકભાઇ ચાંગેલાના પિતાશ્રીનું ૧૦ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા.૧રને શુક્રવારે બપોરે  ર થી પ ગોવિંદનગર સરકારી હોસ્પીટલ પાછળ મોવિયા (ગોંડલ) રાખેલ છે.

અવસાન નોંધ

પ્રવિણચંદ્ર ધ્રુવ

રાજકોટઃ દ.સા.વણિક સરધારવાળા ગૌ.વા.શાંતિલાલ મોહનલાલ ધ્રુવના પુત્ર પ્રવિણચંદ્ર (બાલાભાઈ) (ઉ.વ.૬૮) તે મોહીત, પ્રતિક, ભુમિ ચિરાગકુમાર વજીરના પિતાશ્રી ભાનુબેન ઘનશ્યામદાસ મંડેરા, રેખાબેન કિશોરકુમાર રાજકોટીયા, ગૌ.વ.ારામભાઈ, ગૌ.વા.હસમુખભાઈ, હર્ષદભાઈ, બકુલભાઈ, ગૌ.વા. ભરતભાઈ, જીતુભાઈના ભાઈ ઈશ્વરીયાવાળા, ગૌ.વા.દામજીભાઈ ચત્રભુજભાઈ ધોળકીયાના જમાઇનું તા.૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૨ના સાંજે ૪ થી ૬ સત્યસાંઈ રોડ, સત્યસાંઈ હોસ્પિટલ સામે, રૂદ્રીપ્રયાગ એપાર્ટમેન્ટ, રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતાબેન ગોહેલ

રાજકોટઃ બીલડીયા ગોહેલ (પાંચવળા વાળા) સ્વ.કાંતાબેન મનહરભાઈ ગોહેલ (ઉ.વ.૬૫) તે મનહરભાઈ વિઠ્ઠલભાઈ ગોહેલના ધર્મપત્નિ તથા કાળુભાઈ તથા દિનેશભાઈના ભાભી, સ્વ.વસંતભાઈ તથા જયેશભાઈના માતુશ્રી તથા ભાવિનભાઇના દાદીનું તા.૧૦ને બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬, સોરઠીયા દરજી સમાજ જ્ઞાતિની વાડી, બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મનહરભાઈ મો.૯૯૨૪૨ ૬૨૭૨૫, કાળુભાઈ મો.૯૮૨૫૭ ૫૧૫૨૯, દિનેશભાઈ મો.૯૮૭૯૬ ૫૪૩૪૧, જયેશભાઈ મો.૯૦૯૯૨ ૯૨૦૨૩

સવજીભાઈ ચાંગેલા

રાજકોટઃ ગોંડલ નિવાસી મોવિયા સવજીભાઈ જેઠાભાઈ ચાંગેલા તે સ્વ.લાભુબેનના પતિ તથા સ્વ.હરેશભાઈ, મનસુખભાઈ, મણીભાઈ તથા અશોકભાઈ ચાંગેલા (એડવોકેટ)ના પિતાશ્રી તા.૧૦ના રોજ બુધવારે અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૨ના રોજ શુક્રવારે બપોરે ૨ થી ૫ ગોવિંદનગર સરકારી હોસ્પિટલ પાછળ મોવિયા (ગોંડલ) રાખેલ છે.

સરોજબેન જોશી

રાજકોટઃ ઔદીચ્ય ઝાલાવડી બ્રાહ્મણ સ્વ.સરોજબેન રમેશભાઈ જોશી (ઉપલેટા વાળા) હાલ રાજકોટ તે રમેશભાઈ પ્રાણલાલ જોશી (પ્રશાંતિ પેપર એન્ડ કાર્ડ રાજકોટ વાળા)ના ધર્મપત્નિ તથા હસુભાઈ જોશી- જુનાગઢ સૌરાષ્ટ્ર- કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી તે ક્રિષ્ના કાર્ડ- જુનાગઢવાળાના નાનાભાઈના ધર્મપત્નિ તેમજ સ્વ.રાજેશભાઈ પ્રાણલાલ જોશી ક્રિષ્ન પ્રિન્ટર્સ- ઉપલેટાવાળાના મોટાભાઈના ધર્મપત્નિ તા.૮ને સોમવારના રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું બેસણું રાજપૂત સમાજની વાડી, રજપૂતપરા શેરી નં.૨, રાજકોટ ખાતે તા.૧૧ને ગુરૂવારના બપોરના ૪ થી ૬ રાખેલછે.

છેલશંકરભાઇ પંડયા

ધ્રોલઃ મુળ કોટડા નાયાણી-હાલ રાજકોટ ચાતુર્વેદી મ.મોઢ બ્રાહ્મણ છેલશંકરભાઇ વશરાભાઇ પંડયા(ઉ.૭૮) તે સુધીરભાઇ પંડયા-ગણેશ ટ્રેડિંગ કંપની, અશોકભાઇ પંડયા-ગજાનન ટ્રેડર્સ તથા તરલાબેન પંડયા-રાજકોટ, હર્ષિદાબેન જાની-રાજકોટ, હિનાબેન દવે-રાજકોટ, હિનાબેન જોષી-ટંકારાના પિતાશ્રી તેમજ ભાવેશ, વિમલ, રોહિત, તથા વૈશાલીબેન અને ઉર્વિબેન-જામનગરના દાદા તથા સ્વ. રતનબેન-જામનગર, વિજયાબેન, સુરત, અનસુયાબેન-રાજકોટ, સ્વ. પ્રફુલાબેન-મોરબીના ભાઇ અને કાતડાવાળા સ્વ. મગનલાલ જાદવભાઇ દવેના જમાઇનું તા.૧૦ ને બુધવારના રોજ અવસાન થયેલ છે બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧રને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સુધીરભાઇ પંડયા મો.૯૮રપ૦ ૭૩૬૦૧, અશોકભાઇ પંડયા-મો.૯૮૭૯૪ ૦૬પ૪૯, ભાવેશભાઇ પંડયા-મો. ૯૦૯૯૯ ૭૩૬૦૧, વિમલભાઇ પંડયા-૯૪ર૬૭ ૦૬પ૪૯, દિનેશભાઇ દવે-મો.૯૮૯૮૭ ૯૭૦૮૮, જયેન્દ્રભાઇ દવે-મો. ૯૮૭૯૧ ૦૯૦૦૯, જયેશભાઇ દવે-મો.૯૮રપ૯ ૯૮૦૦૭

કુસુમલતાબેન દવે

રાજકોટઃ શિ.સે.ઔ.અ.બ્રાહ્મણ અમરેલી નિવાસી હાલ અમદાવાદ કુસુમલતાબેન (ઉ.વ.૮૮) તે સ્વ. રસિકલાલ શિવશંકર દવેના પત્નિ હરીશકુમાર (ડી.એમ.ડી. નાબાર્ડ) પ્રો. નિલાંબરીબેન (સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી)ના માતુશ્રી અને સૌકલ્પનાબેન દવે તથા પ્રો. આલોકકુમાર ચક્રવાલ (સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી)ના સાસુમાં તથા અભીનવ તથા ડો. હિનાબેનના દાદીમાં તા.૯ને મંગળવારે પરમ ચેતનામાં વિલીન થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ને ગુરૂવારે તેમના અમદાવાદ નિવાસ સ્થાને (સી-૭૦૧, પાઇન ક્રેસ્ટ, ગોદરેજ ગાર્ડન સીટી) રાખેલ છે.

રજનીભાઇ ઉદેશી

રાજકોટઃ નવગામ ભાટીયા વાંકાનેર નિવાસી સ્વ.રણછોડદાસ ગોકળદાસ ઉદેશીના પુત્ર સ્વ. રજનીભાઇ ઉદેશી (ઉ.વ.૭૧) તે સ્વ. ભરતભાઇના નાનાભાઇ, જેઠાલાલ કેશવજી શેઠના જમાઇ તથા ઇશાબેન હાર્દિકભાઇ સંપટ અને રિધ્ધીબેન ભાવિકભાઇ ગાંધીના પિતા તા.૧૦ને બુધવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૨ને શુક્રવારના રોજ સાંજે ૫ કલાકે મોઢવણીકની વાડી, પ્રતાપ ચોક, વાંકાનેર ખાતે રાખેલ છે.

ભાવનાબેન ભુવા

રાજકોટ : માવજીભાઇ રામજીભાઇ ચોવટીયાના દિકરી ભાવનાબેન ભુવાનું અવસાન થયેલ છે. બેસણુ માવજીભાઇ રામજીભાઇ ચોવટીયાના નિવાસસ્થાને સાંજે ૪ થી ૬ સોરઠીયાવાળી શેરી નં. ૫, હંગામા ગુલ્ફીવાળી શેરી છેલ્લુ મકાન 'રૈયારાજ'ની બાજુમાં રાખેલ છે.

વાલજીભાઇ ઠક્કર

રાજકોટ : વાલજીભાઇ નાગરદાસ ઠક્કર તે હસમુખભાઇ, મંજુલાબેન, ચંદ્રીકાબેન, જયશ્રીબેનના પિતા, ગુંજનભાઇ, જીજ્ઞા, રીન્કુના દાદાનું તા.૭ના અવસાન થયું છે. બેસણુ તા. ૧૨ને શુક્રવાર સાંજે ૩ થી ૫ અલ્કેશ્વર મહાદેવ મંદિર, ૧ અલ્કાપુરી હનુમાન મઢી પાસે રૈયા રોડ ખાતે રાખેલ છે.

લીનાબેન કવૈયા

ચીભડા : લુહાર સ્વ.નારણભાઇ રવજીભાઇ કવૈયાના ધર્મપત્ની લીલાબેન (ઉવ.૮૬) તેમજ મહેન્દ્રભાઇ, વિનોદભાઇ, હરેશભાઇ, પંકજભાઇના માતુશ્રી તેમજ રવિ, જય, કરણ, યાજ્ઞિક, સુજલના દાદીમાંનુ તા. ૧૦ના અવસાન થયું છે.બેસણુ તા. ૧૨ને શુક્રવારે નિવાસ સ્થાને ૪ થી ૬ રાખેલ છે. મહેન્દ્રભાઇ મો. ૯૯૧૩૦ ૮૫૬૧૯, વિનોદભાઇ મો. ૯૨૨૮૩ ૭૫૫૨૮.

પ્રદિપભાઇ જોષી

રાજકોટ : નિવાસી પ્રદિપભાઇ ધીરજલાલ જોષી (તે રાજકોટ સહકારી ડેરીના સહકાર વિભાગનાં કર્મચારી) તે તરૂણભાઇ જોષી અને પરેશભાઇ જોષીના નાના ભાઇનું અવસાન તા. ૧૦ના થયેલ છે. બેસણું તા. ૧૨ શુક્રવારે સ્થળ ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ, ૮૦ ફુટનો રોડ ખાતે રાખેલ છે.

તરૂલતાબેન કારીયા

રાજકોટ : તરૂલતાબેન દિલીપભાઇ કારીયા (ઉવ.૫૨)નું તા. ૩ના બુધવારે હરિદ્વાર ખાતે સ્વર્ગવાસ થયેલ છે.બેસણું તા. ૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ફળેશ્વર મહાદેવ મંદિર, પુનીત નગર મેઇન રોડ શેરી નં. ૨, આશિયાણી દાંતના દવાખાના સામે, બજરંગ વાડી, જામનગર રોડ ખાતે રાખેલ છે.

જયેશભાઇ ખીલોસીયા

રાજકોટ : જયેશભાઇ તુલસીદાસ ખીલોસીયા (ઉવ. ૪૨) તે સ્વ. તુલસીદાસ મુળશંકર ખીલોસીયાના પુત્ર, મનસુખલાલ મુળશંકરભાઇ ખીલોસીયાના ભત્રીજા, રીચા અને દિશાના પપ્પા, પીયુષભાઇ, નિલેશભાઇ તથા દિપકભાઇ, મનીષભાઇના ભાઇ સ્વ. લાભચંદભાઇ જમનાદાસભાઇ મીરાણીના જમાઇનું તા. ૮ના અવસાન થયેલ છે. તા. ૧૨ને શુક્રવારે ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી સાથે સાંજે ૫ થી ૬ ભવનાથ મહાદેવ મંદિર, કોઠારીયા રોડ, આનંદનગર, અજન્તા પાર્ક સામે રાખેલ છે. પીયુષભાઇ મો. ૯૮૨૪૮ ૫૭૧૯૩, નિલેષભાઇ ખીલોસીયા મો. ૮૮૪૯૪ ૪૨૬૮૨.

અજયભાઈ જોષી

રાજકોટઃ સ્વ.શાસ્ત્રીજી અજયભાઈ પી.જોષી (ઉ.વ.૪૨) મુળ મોટા આકડીયા હાલ રાજકોટ નિવાસી શાસ્ત્રીજી કુલશંકર લક્ષ્મીશંકર જોષીના પૌત્ર તે પંકજભાઈ ફુલશંકર જોષીના પુત્ર સ્વ.ડો.ભરતભાઈ ફુલશંકર જોષીના નાનાભાઈના પુત્ર તથા શાસ્ત્રીજી ગૌરાંગભાઈ પી.જોષી (વસઇ)ના મોટાભાઇ પુજાબેન પી. શુકલ (બીલીમોરા)ના મોટાભાઈ, ચિ.યાજ્ઞિબેનના પપ્પા, શ્લોક- સ્તવનના ભાઈજી (ઉ.વ.૪૧) તા.૯ના રોજ કૈલાશવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ શનિવાર સાંજે ૩ થી ૫ સિધ્ધિ ફલેટ સી-વીંગ ૪૦૧, શેઠનગર પાછળ, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.