Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020
સચિવ મનીષ ભારદ્વાજના પિતાજીનું દુઃખદ અવસાન

રાજકોટ : રાજયના કૃષિ અને સહકાર વિભાગના સચિવ શ્રી મનીષ ભારદ્વાજના પિતાજીના અવસાનથી શોકની લાગણી છવાઇ ગઇ છે. શ્રી રામાનંદ શર્મા તે મનીષ ભારદ્વાજ, આશિષ ભારદ્વાજ અને રેણુ તિવારીના પિતાજી તથા સચિવ શ્રીમતી સોનલ મિશ્રાના સસરાનું તા. ૧૮ના રોજ ટુંકી બિમારીથી દુઃખદ અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને તેમનું ટેલીફોનિક બેસણુ આજે સવારે ૧૦ થી ૧ર રાખેલ  છે. મનીષ ભારદ્વાજનો મો.નં. ૯૯૭૮૪ ૦૭૧૧ર, નિવાસ સ્થાન : બંગલા નં. કે. પ૧૯, સેકટર ર૦, ગાંધીનગર

મૂળ વડીયાના દુર્ગેશભાઈ મહેતાનું અમેરિકાના ન્યુજર્સીમાં અવસાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ વડીયા નિવાસી હાલ ન્યુજર્સી (અમેરિકા) સ્થિત દુર્ગેશભાઈ (દુર્ગાશંકરભાઈ) (ઉ.વ. ૮૭) તે સ્વ. ગૌરીશંકર મણીશંકર મહેતા અને સ્વ. તારાબેનના જયેષ્ઠ પુત્ર તથા ભાવનગર નિવાસી સ્વ. બેચરભાઈ દવેના જમાઈ તેમજ મધુબેન, સ્વ. હંસાબેન, ઉષાબેન, વીણાબેન અને હર્ષદભાઈના ભાઈ તથા અશ્વિનભાઈ અને દર્શનાના પિતાશ્રી તેમજ શેખર અને શુભાંગીના કાકા તથા રાજુભાઈ, દિપકભાઈ વ્યાસ, પ્રકાશભાઈ, યોગેશભાઈ દવે, મીનાક્ષીબેન મહેતા, બ્રિજેનભાઈ, બિરેનભાઈ દવે અને નિલેશભાઈ જોષીના મામાનું તા. ૨૦ના રોજ ન્યુજર્સી ખાતે અવસાન થયેલ છે. સ્વ. દુર્ગેશભાઈ (દુર્ગાશંકરભાઈ) સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ જ્ઞાતિમાંથી ૬૩ વર્ષ પૂર્વે અમેરિકા જનાર પ્રથમ વ્યકિત હતા. ન્યુજર્સીમાં ૬ એકરનું હિન્દુ સમાજનું વિશાળ કોમ્યુનિટી સેન્ટર અને મંદિરના નિર્માણમાં તેમનુ અભૂતપૂર્વ યોગદાન હતું. વડીયા ખાતે પણ હાઈસ્કૂલની શરૂઆત દુર્ગેશભાઈ દ્વારા થઈ હતી. રાજકોટ ખાતે બાજ નારણજી હોલના પ્રવેશદ્વારના મુખ્ય દાતા તેઓ છે. તેઓએ ધાર્મિક અને સામાજિક પ્રવૃતિઓમાં અનેકગણુ યોગદાન આપ્યુ છે. દિપકભાઈ વ્યાસ મો. ૯૮૨૫૦ ૭૬૧૦૭

 

અવસાન નોંધ

નિર્મળાબેન પાલા

રાજકોટઃ ગીરનારા સોની સ્વ.ગોપાલદાસ ઠાકરશી પાલા (માળીયા હાટીનાવાળા) હાલ રાજકોટના ધર્મપત્ની નિર્મળાબેન ગોપાલદાસ પાલા તે હીતેશ, નીલેશ તથા બીનાબેન હરીશભાઈના માતુશ્રી શ્રીકાંત, પીનાક, દેવાંશના દાદી તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૨૩ના રોજ સાંજે ૪  થી ૬ રાખેલ છે.

દામશંકર પુરોહીત

રાજકોટઃ દામશંકર નાનજીભાઈ પુરોહિત (જી.ઈ.બી. કલાસ-૧ ઓફિસર) (મૂળ જસદણ હાલ રાજકોટ- રાજગોર (કાઠી) જે કરશનભાઈ, મનુભાઈના નાનાભાઈ તથા સ્વ.કાંતિભાઈ નાનજીભાઈ પુરોહિતના મોટાભાઈ તથા સ્વ.ભગવાનજીભાઈ પંડયા (પડધરી વાળા)ના જમાઈ તથા નીલાબેન, રૂપાબેન, કોમલબેન તથા વિરલભાઈના પિતાશ્રી તથા હિતેશભાઈ, મૃગેનભાઈ, મયુરભાઈ, ચેતનભાઈના કાકા તથા પરેશભાઈ રવિયા, રાજેશભાઈ, વસોયા તેમજ મનોરભાઈ યાજ્ઞિક (લંડન)ના સસરા તથા યુગ રૂદ્રના દાદા તથા હિતાર્થ (ઋષિ) તેમજ અક્ષય (અકકી)ના નાનાનું તા.૨૦ને શુક્રવારના રોજ કૈલાશવાસ પામેલ છે. હાલ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બેસતું તા.૨૩ સાંજે ૪ થી ૬, વિરલભાઈ મો.૯૮૨૫૦ ૭૬૨૯૬, રૂપાબેન મો.૯૪૨૯૫ ૮૨૭૪૬, પરેશકુમાર મો.૯૩૭૪૪ ૮૮૯૯૨

પિયુષભાઇ ભટ્ટી

વાંકાનેર : મુળગામ વાંકનેર નિવાસી, હાલ રાજકોટ સ્વ. પિયુષ ભટ્ટી (રીટા. આર્મી) ઉ.૪૦ તે નરેન્દ્રભાઇ કાનજીભાઇ ભટ્ટી (નિવૃત એસ. ટી. કંડકટર)ના પુત્ર તે પ્રિયાંશના પિતા અને રવિના મોટાભાઇ અને મુકેશભાઇ, કિર્તીભાઇ, રાજેશ, નવદીપ, કેતન, અમિત, યોગેશ અને માલવિકા, બિંદિયા અને હિનાના ભાઇનું તા. ર૧ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ર૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. રામધામ સોસાયટી,  રાજ પેરેડાઇઝ,  મુ. રતનપર રાજકોટ મોરબી હાઇવે. રવિ ભટ્ટી ૯૭ર૬૯ ૬પ૮૮૧, નરેન્દ્રભાઇ ભટ્ટી ૯૮ર૪૮ ર૧૬૧૯, મો. ૯૯રપર પ૯૯રર

બંસીધરભાઇ મણીયાર

સરધાર : દશા સોરઠીયા વણિક બંસીધરભાઇ છગનલાલ મણીયાર (ઉ.૭પ) જામનગર તે સ્વ. રતિલાલ લાલજી લોટીયા (સરધાર)ના જમાઇ, રમેશભાઇ લોટિયા (પ્રેસ રીપોર્ટર) દિલીપભાઇ લોટીયાના બનેવી, હાર્દિક,ધારા, નીરવ, અવની મયુરભાઇ (અમદાવાદ)ના ફુવાનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. સદ્ગતની ટેલીફોનિક સાદડી સરધાર મુકામે તા. ર૩ ને સોમવાર ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રવિણચંદ્ર ઉદેશી

રાજકોટઃ પ્રવિણચંદ્ર લક્ષ્મીદાસ ઉદેશી, રાજકોટ (ઉ.વ. ૭પ) તે સમીરભાઇ, અમીતભાઇ તથા ભાવનાબેન સંજયભાઇ કામદારના પિતાશ્રી તે હસમુખભાઇ, કિરીટભાઇ, હરેશભાઇના મોટાભાઇ તે અમરેલીવાળા મથુરાદાસ દામોદરદાસ સંપટના જમાઇ તા. ર૧ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ર૩ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બટુકભાઇ રાઠોડ

ગોંડલ :.. લુહાર બટુકભાઇ દયાળજીભાઇ રાઠોડ (ઉ.વ.૭પ) તે પરેશભાઇ જીઇબી, દિપકભાઇ તથા કલ્પનાબેન વિસાવદરના પિતા તેમજ રાજુભાઇ, નવીનચંદ્રભાઇ અને ચંદ્રકાંતભાઇના મોટા ભાઇનું તા. રર ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણુ તા. ર૬ ગુરૂવારે રાખેલ છે. મો. ૮૦૦૦૯ ૧૯૯૦૩, મો. ૯૪ર૭ર ૩૮૦પ૧

અશ્વિનભાઇ રાવલ

ઉપલેટા : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ અશ્વિનભાઇ ભગવાનજીભાઇ રાવલ (ઉ.પ૮) તેઓ ભુતપુર્વ નિવૃત એસ. ટી. ડેપો મેનેજર સ્વ. જુગતરાય એમ. પંડયા (ઉપલેટા) ના જમાઇ તથા સ્વ. કિશોરભાઇ બી. રાવલ (ધોરાજી) તથા સ્વ. બિપીનભાઇ બી. રાવલ (ઉપલેટા)ના નાનાભાઇ તથા રાજ અશ્વિનભાઇ રાવલના પિતાશ્રી તથા નિલેશકુમાર યુ. પંડયા (ઉપલેટા) તથા વિવેક એમ. ભટ્ટ (જામનગર)ના સસરાનું તા. ૧૬ સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને તેઓનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. મો. ૯ર૬પ૭ ર૬૭૪૩ મો. ૯૯૭૯૧ ૬પ૯૮૦

કમળાબેન બારોટ

મોરબી : સ્વ. પ્રવિણભાઇ બચુભાઇ બારોટના ધર્મપત્ની ગં.સ્વ. કમળાબેન તે અશોકભાઇ તથા જીજ્ઞેશભાઇના માતુશ્રી તા. ર૧ મીએ રામચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ર૩ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૬૮૭પ ર૬૮ર૦, મો. ૯૪૦૮ર ૮૯૩૭૬

કુંદનબેન ભટ્ટ

મોરબી : મૂળ પીપળીયા હાલ લાલપર મોરબી નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કુંદનબેન (ઉ.વ.૭૧) તે પ્રવિણચંદ્ર પોપટલાલ ભટ્ટના પત્ની તેમજ સંજયભાઇ અને મનીષભાઇના માતાનું તા.૧૪ના રોજ અવસાન થયું સદ્ગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.

હુશેનભાઇ ભારમલ

જસદણ : દાઉદી વ્હોરા શેખ હુશેનભાઇ અકબરઅલી ભારમલ (ઉ.વ.૯૬) તે મર્હુમ અબ્બાસભાઇ, મર્હુમ નુરૂદીનભાઇ, મર્હુમ ઝેહરાબેન તથા આબીદભાઇ (ચેન્નાઇ), સારાબેન (બાંગ્લાદેશ), બાનુબેન, સફીયાબેન (જસદણ)ના મોટાભાઇ મુરતુઝાભાઇ, મુસ્તુફાભાઇ (અકબરી સ્ટોર્સ-જસદણ)ના પિતા તા.ર૧ શનિવારના રોજ જસદણ મુકામે વફાત થયા છે. વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ સરકારની ગાઇડલાઇન મુજબ જિયારત અને બેસણું ફકત ટેલીફોનિક રાખેલ છે. શોક સંદેશા માટે મુરતુઝાભાઇ મો. ૯૯ર૪ર ૯૮રપર, મુસ્તફાભાઇ મો. ૯૧૭૩૦ ૦૪૦પર

અરવિંદભાઇ ડોબરીયા

ગોંડલ : અરવિંદભાઇ નરશીભાઇ ડોબરીયા ઉ.વ.૬૦ તે પ્રશાંત તથા ગૌતમના પિતા તેમજ રમેશ તથા સંજયના મોટાભાઇનું તા.ર૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ર૩ ને સોમવારના રોજ સવારે ૯થી સાંજના ૬ કલાક સુધી મો. ૯૦૩૩૩ ૩૮૩૬૩ મો. ૮૧૪૦૪ ૭૮૯૦૯ ઉપર રાખેલ છે.

ભીખુભાઈ સોલંકી

રાજકોટઃ કારડીયા રાજપુત ભીખુભાઈ દાનસીંગભાઈ સોલંકી (ઉ.વ.૮૪) (રાજ મોટર્સવાળા) તે મહેન્દ્રસિંહ (રણજીતભાઈ) તથા અશોકસિંહના પિતા વિશાલ, ધનરાજ તથા ભાર્ગવના દાદા તા.૨૦ શુક્રવારે રામચરણ પામેલ છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈને ફકત ટેલીફોનીકથી સાંત્વના શોક સંદેશ પાઠવવા વિનંતી મહેન્દ્રસિંહ ભીખુભાઈ સોલંકી મો.૯૭૨૭૭ ૦૯૦૭૬, અશોકભાઈ ભીખુભાઈ સોલંકી મો.૯૭૨૭૭ ૦૯૦૭૮, વિશાલ મહેન્દ્રસિંહ સોલંકી મો.૯૭૨૭૭ ૦૯૦૭૭

હસમુખભાઈ પરમાર

રાજકોટઃ વાણંદ કાંન્તીલાલ દેવશીભાઈ (નાનુભાઈ) પરમાર, પડધરીવાળા હાલ રાજકોટ તેના પુત્ર હસમુખભાઈ કાંન્તીલાલ પરમાર (ઉ.વ.૫૦) તેમજ નરેન્દ્ર કાંન્તીલાલ પરમાર (નંદાભાઈ) નાનાભાઈનું તા.૨૧ શનિવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ના સોમવાર રાખેલ છે. સમયઃ ૩:૩૦ થી ૫:૩૦ રૂબરૂ ખરખરો ન કરવા વિનંતી કરી છે. નરેન્દ્રભાઈ મો.૯૮૨૫૩ ૦૬૫૬૧, દિપકભાઈ મો.૯૯૦૪૪ ૫૩૦૩૬, સાવનભાઈ મો.૯૯૧૩૨ ૦૮૧૧૧

રવિશંકર દવે

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવળ બ્રાહ્મણ મૂળ વતન ખાંમધ્રોળ હાલ રાજકોટ રવિશંકર બેચરલ દવે ગવરમેન્ટ પ્રેસવાળા (ઉ.વ.૮૪) જે આ.સો. મુકતાગૌરીના પતિદેવ, સ્વ.પરસોત્તમભાઈ દવેના નાનાભાઈ જે માહીતી ખાતાના કર્મચારી અને પાણીમાં રંગોળી બનાવનાર રંગોળીકાર પ્રદિપ દવેના, તેમજ રક્ષાબેન ગૌતમભાઈ દવે (ચુડા), સેજલબેન કમલેશભાઈ વ્યાસ (ખંભાળીયા)ના પિતાશ્રી, લિનાબેન પ્રદિપભાઈ દવેના સસરા તેમજ ચંદાબેન મનોજભાઈ મહેતા, સુરેશભાઈ દવે (માહીતી ખાતુ), નલિનભાઈ દવે (ટેલીફોન એક્ષચેન્જ)ના કાકા તેમજ ડો.ક્રિષ્નાબેન નમનકુમાર ઉપાધ્યાય, ઓમ પ્રદિપભાઈ દવે (સીંગર, કમ્પોઝર, લીરીસીસ્ટ, તેમજ મ્યુઝીક ટીચર)ના દાદાજી તેમજ પ્રભાશંકરભાઈ ગીરધરભાઈ મહેતા (જસદણ)ના વેવાઈ અને  પૂર્વમેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના વડીલ વેવાઈશ્રીનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરીસ્થીતીને ધ્યાને લઈ સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૨૩ને સોમવારના રોજ રાખેલ છે. પ્રદિપભાઈ દવે મો.૯૪૨૬૯ ૦૫૫૧૭, નલિનભાઈ દવે મો.૯૪૨૬૯ ૦૦૦૦૧, સુરેશભાઈ દવે મો.૯૪૨૭૨ ૦૦૨૫૪, ઓમભાઈ દવે મો.૯૪૨૭૮ ૯૬૮૧૦

રજનીકાંતભાઈ મહેતા

રાજકોટઃ વાંકાનેર સમકિતધામ નિવાસી રજનીકાંતભાઈ (ઉ.વ.૭૦) તે સ્વ.કાંતાબેન  તથા સ્વ.અમરચંદ ન્યાલચંદ મહેતાના પુત્ર, તરલાબેનના પતિ, સ્વ.વસંતબેન તથા સ્વ.રમણિકલાલ મોહનલાલ ગાંધીના જમાઈ, મેહુલભાઈના ભાઈ, અપૂર્વ, ખ્યાતિ, શ્રધ્ધાના પિતા, ડો.સંજીવ, ડો.અભિજીત, દર્શાગીના સસરા, જયોતિબેન, વિભાબેન, કિર્તીબેન, રાજેશ્રીબેનના ભાઈ તા.૨૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મબેસણુ઼ તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રફુલચંદ્ર શુકલ

ગોંડલ : પ્રફુલચંદ્ર લીલાધર શુકલ (ઉ.વ.૭૩) રિટાયર શિક્ષક કમાણી ફોરવડ અમરેલી, તે સ્વ. હસમુખભાઇના લઘુબંધુ, હર્ષદભાઇ તથા નવીનભાઇના મોટાભાઇ , જનાર્દનભાઇ મુંબઇ, જીજ્ઞાશાબેન અમદાવાદના પિતાનું તા. ર૦ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. ર૩ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૬૬રર ૭૭૬૪૦, મો. ૯૮રપર ૯૯૬૬૭, મો. ૯૯ર૪૯ ૧૪૧પ૮, મો. ૯૮૧૯૦ ૧૪૮૦૯

હેમંતસિંહ સોલંકી

રાજકોટ : કારડીયા રાજપૂત ગામ રાજકોટ નિવાસી હેમંતસિંહ હિરજીભાઇ સોલંકી (૬૮ વર્ષ) તે સમીરભાઇના પિતા, ચેતનસિંહ હિરજીભાઇ સોલંકી (હેમુ ગઢવી વાળા), રાજેશભાઇ તથા મનીષભાઇના મોટાભાઇ, કમલેશભાઇ પરમાર (બેંક ઓફ બરોડા), જયેશભાઇ પરમાર (પીજીવીસીએલ) ના બનેવી તથા વિજયસિંહ ઉમેદસિંહ ચૌહાણ, દેવાંગ જગદીશભાઇ ચૌહાણના સસરા તા.૧૭ના શ્રીરામચરણ પામ્યા છે. ચેતનભાઇ મો.નં. ૯૮૭૯૪ ૦૧૦૯૧ તથા રાજેશભાઇ મો.નં. ૯૭ર૩૩ ૧૯રર૩ તેમજ મનીષભાઇ મો.નં. ૯૯૦૯૩ પ૧પ૮૩ અને સમીરભાઇ મો.નં. ૮૧૪૦૬ ૮૪૬૦૧ છે.

ઇન્દ્રજીતસિંહ જાડેજા

રાજકોટ : ખાંભા નિવાસી હાલ ભાવનગરના ઇન્દ્રજીતસિંહ જીવણસિંહ જાડેજા (ઉ.વ.૮૧) તે સ્વ. ભુપતસિંહ, સ્વ. કનકસિંહ તથા જયેન્દ્રસિંહના નાના ભાઇ અને પલ્લવીબા દુષ્યંતસિંહ ઝાલાના પિતાશ્રી તા. ર૧ના અક્ષરનિવાસી થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું આજે તા. ર૩ના સોમવારે સાંજે ૪ થી ૬, (બ્લોક નં. ર૬૩, વૃંદાવન સોસાયટી, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ સામે, કાલાવડ રોડ, રાજકોટ)  રાખેલ છે. જયેન્દ્રસિંહ જીવણસિંહ જાડેજા મો. નં. ૯૦૯૯૭ ૦૦૬૦૮, મો.નં. ૯૪૦૯૪ ૩પરપર, મો.નં. ૯૪ર૮ર ૮ર૯૭ર તથા દુષ્યંતસિંહ ઝાલા મો.નં. ૯૮ર૪ર ૪૪ર૧૮ (જમાઇ સાહેબ) છે.

જયાબેન બુધ્ધદેવ

રાજકોટઃ ગં.સ્વ.જયાબેન છગનલાલ બુધ્ધદેવ (ઉ.વ.૯૨) તે વિનોદભાઈ બુધ્ધદેવ (કાર્યાલય મંત્રી શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ- રાજકોટ), સુરેશભાઈ બુધ્ધદેવ (ધીયા બેરીંગ્ઝ)ના માતુશ્રી તથા સંદિપભાઈ (કે.કે.ટ્રાવેર્લ્સ) તથા કિશન- (એચડીએફસી બેન્ક રાજકોટ) તથા મિત બુધ્ધદેવના દાદીમા તથા અજય બુધ્ધદેવના ભાભુ તથા સ્વ.જીવણભાઈ હરીભાઈ સેજપાલની દિકરીનું તા.૨૧ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૩ સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન વિનોદભાઈ બુધ્ધદેવના નિવાસસ્થાને રાખેલ છે. વિનોદભાઈ બુધ્ધદેવ મો.૯૯૯૮૭ ૧૦૦૬૪, સુરેશભાઈ બુધ્ધદેવ મો.૮૭૫૮૦ ૫૦૭૮૦, સંદિપ બુધ્ધદેવ મો.૯૭૨૭૭ ૭૭૭૨૦, મિત  બુધ્ધદેવ મો.૬૩૫૪૬ ૨૫૭૪૬, અજયભાઈ સેજપાલ મો.૯૯૭૯૯ ૫૧૧૮૩

તારાબેન ભટ્ટ

રાજકોટઃ નિવાસી તારાબેન કૃષ્ણકાંત ભટ્ટ (ઉ.વ.૮૦) તે સ્વ.કૃષ્ણકાંત જે.ભટ્ટ (નિવૃત પોસ્ટમાસ્તર)ના પત્નિ તથા બડનેરા નિવાસી જગદીશભાઈ મયાશંકર પંડયાના પુત્રી યોગેશ, જાગૃતિ તથા મનીષાના માતુશ્રી તથા નિરવ, અક્ષત, જય, જાહન્વીના દાદીમાનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન કોરોના પરિસ્થિતિને ધ્યાને રાખી સદ્દગતનો ટેલીફોનીક દીલાસો પાઠવવા વિનંતી યોગેશભાઈ મો.૮૪૬૦૧ ૨૦૦૦૦

અશ્વિનભાઈ રાવલ

રાજકોટઃ ઉપલેટા નિવાસી ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ અશ્વિનભાઈ ભગવાનજીભાઈ રાવલ (ઉ.વ.૫૮) તે (ભૂતપૂર્વ નિવૃત એસ.ટી.ડેપો મેનેજર) તે સ્વ.જુગતરાય એમ. પંડયા (ઉપલેટા)ના જમાઈ તથા સ્વ.કિશોરભાઈ બી.રાવલ (ધોરાજી) તથા સ્વ.બિપીનભાઈ બી.રાવલ (ઉપલેટા)ના નાનાભાઈ તથા રાજ અશ્વિનભાઈ રાવલના પિતાશ્રી તથા નિલેશકુમાર યુ.પંડયા (ઉપલેટા)ના નાનાભાઈ તથા રાજ અશ્વિનભાઈ રાવલના પિતાશ્રી તથા નિલેશકુમાર યુ.પંડયા (ઉપલેટા) તથા વિવેક એમ.ભટ્ટ (જામનગર)ના સસરાનું તા.૧૬ સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને તેઓનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૨૬૫૭ ૨૬૭૪૩, મો.૯૯૭૯૧ ૬૫૯૮૦

મગનભાઈ ઝાલાવડીયા

રાજકોટઃ મગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાલાવાડીયા (ઉ.વ.૮૨)નું તા.૨૨ રવિવારે રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ તા.૨૩ સોમવારના રોજ ટેલીફોનીક બેસણું રાખેલ છે. ગં.સ્વ.સવિતાબેન મગનભાઈ ઝાલાવાડીયા મો.૯૪૦૯૭ ૧૭૭૪૪, સતીષભાઈ મગનભાઈ ઝાલાવાડીયા મો.૯૪૦૯૭ ૧૭૭૬૬, ધર્મેન્દ્ર મગનભાઈ ઝાલાવાડીયા મો.૯૮૨૪૫ ૯૯૦૦૦, જયશ્રીબેન પ્રદિપભાઈ માકડિયા મો.૯૮૯૮૩ ૬૮૮૨૬

વૃજલાલ ભટ્ટી

રાજકોટઃ મુળ બીલખા હાલ- રાજકોટ સ્વ.વૃજલાલ મણીલાલ ભટ્ટી જે રાજેન્દ્રકુમાર તથા અનિલભાઈના પિતાશ્રીનું તા.૨૧ના રોજ અક્ષરનિવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો.૯૪૨૮૦ ૧૦૧૩૮, ૯૪૨૮૭ ૯૫૪૬૬

સરલાબેન સવજાણી

રાજકોટઃ નિવાસી મૂળ ધ્રાફાવાળા  સરલાબેન હરીદાસ સવજાણી તે સચિનભાઈ તથા નેહાબેનના માતુશ્રી તથા જયદીપભાઈ રાજવીરના સાસુ અને શાંતિલાલ જમનાદાસ સવજાણીના વહુ તથા સ્વ.વ્રજલાલ ગોરધનદાસ રાયવડેરાના દીકરીનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તા.૨૩ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૭૩૭૮ ૩૦૪૭૯, ૯૪૦૮૩ ૦૨૭૩૦, ૮૧૪૦૦ ૮૯૫૨૨, ૯૯૦૪૨ ૦૦૯૭૪