Gujarati News

Gujarati News

News of Tuesday, 16th May 2017

સાથી હાથ બઢાના...

અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત સોનલબેન બોરીચાનાં ઓપરેશન માટે સહાયની જરૂર

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટનાં સોનલબેન હરસુખભાઇ બોરીચાને અકસ્માત નડતા તેમના ઓપરેશન માટે દાતાઓ પાસે સહાયની અપીલ કરવામાં આવી છે.

રાજકોટના મવડી પ્લોટ, ૧પ૦ ફુટ રીંગ રોડ, ૪૦ ફુટ રોડ, ધરમનગર શેરી નં. ર, 'મોમાઇ કૃપા' ખાતે રહેતા સોનલબેન હરસુખભાઇ બોરીચા (ઉ.ર૭), ચાલુ સ્કુટરમાંથી પડી જતા ગંભીર રીતે ઘવાઇ જતા સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર બાદ હાલમાં રાજકોટના રપ- ન્યુ જાગનાથમાં આવેલ લેન્ડ માર્ક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.  અને દરરોજ ૧પ હજાર જેટલો ખર્ચ થાય છે. અને તેઓ 'કોમા' માં છે. તેમજ તેમની સારવાર માટે રૂ. ૧.૩૦ લાખ ઉપરાંતનો ખર્ચ થનાર છે. તેમ તબીબોએ જણાવ્યું છે.

સામાન્ય મજૂરી કામ કરતા પરિવાર ઉપર આફત આવી પડતા તેમની સારવાર માટે દાનની અપીલ કરવામાં આવી છે આ માટે મો. ૯પ૮૬પ ર૯૮૪૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. (પ-૭)

 

(12:33 pm IST)
  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • હવે રાજ્યપાલોની ફેરબદલી અને નિમણૂકોનો દોર આવી રહ્યો છે અડધો ડઝન રાજ્યપાલોની નિમણૂકો માટેનો તખ્તો તૈયાર થઈ ગયાનું જાણવા મળે છે. હાલના એકથી બે ગવર્નરોને અન્ય રાજ્યોમાં ફેરવવામાં આવે તેવી પણ શક્યતા આવો ચર્ચાઈ રહી છે.. access_time 8:58 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST