Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩-૯-ર૦ર૦,ગુરૂવાર
ભાદરવા વદ-એકમ
પંચક, બીજનું શ્રાદ્ધ,
સૂર્ય-સિંહ
ચંદ્ર-કુંભ
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૧
સૂર્યાસ્ત-૭-૦૧
જૈન નવકારશી-૭-૪૯
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
૧૪-૧૬ થી મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
ર૦-પ૧થી ઉત્તરાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-ર૧ થી ૧૩-૧૧,
૬-૩૧ થી શુભ-૮-૦પ સુધી,૧૧-૧ર થી ચલ-લાભ-અમૃત-૧પ-પ૩ સુધી, ૧૭-ર૭થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૩ સુધી,
શુભ હોરા
૬-૩૧ થી ૭-૩૪ સુધી, ૯-૩૯થી ૧ર-૪૬ સુધી, ૧૩-૪૮થી ૧૪-પ૧ સુધી, ૧૬-પ૬થી ૧૯-પ૮ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે બીજનું શ્રાદ્ધ છે. શ્રાદ્ધએ એક શ્રદ્ધાપૂર્વક કરવું અંધ શ્રદ્ધામાં ન અટવાય જવાય તેનું ધ્યાન રાખવું. શ્રદ્ધાપૂર્વક પિતૃઓને યાદ કરવા અને ઇશ્વરને પ્રાર્થના કરવી કે હે ભગવાન પિતૃઓને તેઓ જયાં હોય ત્યાં ઇશ્વર તેઓને ખૂબજ સુખી રાખે અને પિતુઓના આશિર્વાદ હંમેશા આપણને મલતા રહે તેવી પ્રાર્થના કરવી-જરૂરીયાત વાળી વ્યકિતને આપણી શકિત પ્રમાણે મદદ કરવી. વાણી વર્તન ઉપર કાબુ રાખવો. બીજાની દેખાખેદી ન કરવી. થઇ શકે તેટલી કોઇને મદદ કરવી કોઇનું ભલુ કરવું અને ભલુ કરવાની ઇચ્છા રાખવી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનું અંતર સમજવું એક વાત ધ્યાનમાં રાખો પિતૃઓ હંમેશા આશિર્વાદ જ દેતા હોય છે. સારા કામ કરવાથી પિત્તુઓ ખુશ રહે છે.