Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૩-૧૦-ર૦ર૧ રવિવાર
ભાદરવા વદ-૧ર
બારસનું શ્રાધ્ધ
સંન્યાસીઓનું શ્રાધ્ધ
રેટીયા-બારસ
મઘાનું શ્રાધ્ધ
દગ્ધયોગ ૬-૪૦ થી રર-૩૦ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-સિંહ
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૪૦,
સૂર્યાસ્ત- ૬-૩ર,
જૈન નવકારશી- ૭-ર૮
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર- મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧ર અભિજિત ૧ર-પ૯ સુધી
૮-૦૯ થી ચલ-લાભ-અમૃત ૧ર-૩૬ સુધી ૧૪-૦પ થી શુભ-૧પ-૩૪ સુધી
૧૮-૩૧ થી શુભ-અમૃત-ચલ
ર૩-૦પ સુધી
શુભ હોરા
૭-૩૯ થી ૧૦-૩૭ સુધી, ૧૧-૩૬ થી ૧ર-૩૬ સુધી, ૧૪-૩૪ થી ૧૭-૩ર સુધી, ૧૮-૩૧ થી ૧૯-૩ર સુધી
બ્રહ્માંડના સીતારા
ઘણી વ્યકિતઓ આર્થિક રીતે સામાન્ય હોવા છતાં પણ કોઇ પણ કામ કરાવેલ હોય તો પૈસા આપે છે. ઉદાર મનોવૃતિ હોય છે. અને આવા લોકો આર્થિક રીતે સાધારણ હોવા છતાં પણ સુખી હોય છે. ખુશ હોય છે. તંદુરસ્ત હોય છે. ખરેખર તો આવા લોકોને લક્ષ્મીયોગ વાળા કહેવાય. તો ઘણી વ્યકિતઓ આર્થિક રીતે ખુબ જ સધ્ધર હોવા છતાં ખુબ જ લોભી પ્રકૃતિ ધરાવતા હોય છે અહીં ધન સ્થાન અને છઠ્ઠા સ્થાનને કનેકશન મળતા હોય તો આવી વ્યકિત પોતાની વિકાસનો લાભ નાણાનો લાભ લઇ શકતા નથી. ફકત રૂપિયા ગણે છે. અને ભેગા કરે છે. અતિ લોભી પ્રકૃતિ હોય છે અને મફત કામ કરાવવાની વૃતિથી ટેવાયેલા હોય છે.