Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૪-ર-ર૦ર૧, ગુરૂવાર
પોષ વદ-૭
રામાનંદાચાર્ય જયંતિ
કાલાવરણ બુધ કર્ક થઇને મકરમાં
વ્યતિપાત - મહાપાત પ્રારંભ ર૯-૩૪
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-તુલા
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-મકર
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-ર૬,
સૂર્યાસ્ત-૬-૩પ
જૈન નવકારશી-૮-૧૪
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૯ થી અભિજીત ૧૩-ર૩ સુધી ૭-ર૬થી શુભ-૮-૪૯ સુધી,
૧૧-૩૭થી ચલ-લાભ-અમૃત-
૧પ-૪૯ સુધી, ૧૭-૧ર થી શુભ-અમૃત-ચલ-ર૧-૪૮ સુધી
શુભ હોરા
૭-ર૬ થી ૮-ર૧ સુધી ૧૦-૧૩થી ૧૩-૦૧ સુધી, ૧૩-પ૭ થી ૧૪-પ૩ સુધી, ૧૬-૪૯થી ૧૯-૪૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં જયારે એવુ લાગે કે કુદરતી રીતે અંદરથી ફીલ થાય કે સમય સારો નથી તો શું કરવું કોઇ સારા જાણકાર જયોતિને ગ્રહો બતાવવા અથવા સમય શા માટે સારો નથી તે બાબત વિચાર કરવો. તેની સાથે મેડીટેશન યોગ કરવો. ઇશ્વરનું નામ સ્મરણ કરવું દાન-પુન કરવું આત્મ વિશ્વાસ વધારવો સતત કાર્યને વળગી રહેવુ બેકાર ન બેસવું ખર્ચ ઉપર કાબુ રાખવો અને જયારે મુશ્કેલી વાળો સમય હોય ત્યારે ખાસ કરીને ગુસ્સાને કાબુમાં રાખવો. પરિવારના સભ્યો સાથે તમારા મનમાં મુંઝવતા પ્રશ્નોની ચર્ચા કરવી અને મનને હળવુ કરવુ સાથે સાથે સારા મિત્રોની સલાહ લેવી રાત્રીના વહેલા સુઇ જવુ રોજ સૂર્ય નમસ્કાર કરવા, ગાયત્રી મંત્ર બોલવો, હનુમાજીના દર્શન કરવા.