Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૭-૬-ર૦ર૧ સોમવાર
વૈશાખ વદ-૧ર
સોમ પ્રદોષ - પ્રદોષ વ્રત
યોગીજી મહારાજ પ્રાગ્ટયોત્સવ ૧૯૪૮, ધારી,
સૂર્યોદય ૬-૦૩ થી સૂર્યાસ્ત ૭-ર૭
જૈન નવકારશી ૬-પ૧
ચંદ્ર રાશિ મેષ (અ.લ.ઇ)
નક્ષત્ર ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૯ થી ૧૩-૧૩
૬-૦૩ થી અમૃત ૭-૪૪ સુધી
૯-રપ થી શુભ ૧૧-૦પ સુધી
૧૪-ર૬ થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૪૮ સુધી ર૩-ર૬ થી લાભ ર૪-૪૬ સુધી
શુભ હોરા
૬-૦૩ થી ૭-૧૦ સુધી ૮-૧૮ થી ૯-રપ સુધી ૧૧-૩૯ થી ૧૪-પ૯ સુધી ૧૬-૦૭ થી ૧૭-૧૪ સુધી
બ્રહ્માંડના સીતારા
- જયારે પરિવારના સભ્યો એવું વિચારશે કે આ મારા સંતાનો છે તેઓને કેમ સમજાવવા અને તેઓ જીવનમાં ખુબ જ પ્રાપ્તી કરે અને તંદુરસ્ત રહે સમાજમાં માન પ્રતિષ્ઠા મેળવે તે બાબતની સમજદારી સંતાનોને દેવી કયારેક મા-બાપ ને મનમેળ નથી હો તો જેને લઇને મા-બાપ સંતાનોને પોતાના જીવનસાથીની વિરૂધ્ધ ઉશ્કેરે છે. અથવા પતિ - પત્ની એક બીજાની સાથે માથાકુટ કરે છે જેને લઇને સંતાનો કોઇ એકનો સાથ આપે છે. અથવા સમજદાર સંતાનો ઘરમાં કેમ શાંતિ રહે અને મા-બાપ સંપીને રહે તેવું વિચારતા હોય છે પરિવારના સભ્યોએ સાથે બેસીને રોજ ઇશ્વરનું નામ લેવું સાથે ચા-પાણી પીવા કે જમવાનું રાખવું અને કોઇ જાતનો ગુસ્સો તો નજ કરવો લાગણીઓ ગ્રહોને શાંત પાડે છે.