Gujarati News

Gujarati News

મંગળવારનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૯-૧૧-ર૦ર૧ મંગળવાર
કારતક સુદ-પ
લાભ પાંચમ- જ્ઞાન પંચમી
પાંડવ પંચમી
રવિયોગ ૧૭-૦૦ થી
સૂર્યોદય-૬-પ૬,
સૂર્યાસ્‍ત-૬-૦પ
જૈન નવકારશી- ૭-૪૪
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
રર-૩૯ થી મકર (ખ.જ.)
નક્ષત્ર-પૂર્વાષાઢ,
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮ થી અભિજિત ૧ર-પ૩ સુધી
૯-૪૪ થી ચલ-લાભ-અમૃત
૧૩-પ૪ સુધી ૧પ-૧૮ થી શુભ
૧૬-૪૧ સુધી ૧૯-૪૧ થી લાભ ર૧-૧૮ સુધી, રર-પ૪ થી શુભ ર૪-૩૧ સુધી
શુભ હોરા
૮-૪૮ થી ૧૧-૩પ સુધી, ૧ર-૩૧ થી ૧૩-ર૬ સુધી, ૧પ-૧૮ થી ૧૮-૦૪ સુધી, ૧૯-૦૯ થી ર૦-૧૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજે લાભ પાંચમ છે. આજના દિવસે વેપારી ભાઇ-બહેનો નવા વર્ષથી પોતાના ધંધાની શરૂઆત કરે છે. ધંધા-રોજગાર આજથી ચાલુ કરવા માટે સારા ચોઘડીયાને ધ્‍યાનમાં લેવાય છે. પોતાના જુના ગ્રાહકોને બોણીમાં માલ મોકલે છે. પેઢી કે કારખાનું ખોલતા ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના આરતી કરવી મા લક્ષ્મી અને સરસ્‍વતીને પ્રાર્થના કરવી પોતાની કુળદેવીને પણ યાદ કરવા અને ઇશ્વરને પ્રાર્થના કરવી કે મારી ઉપર કૃપા કરો અને મારો ધંધો રોજગાર સારો ચાલે હુ ઇમાનદારી પૂર્વક કામ કરી શકુ એવી બુધ્‍ધિ અને શકિત આપજો પોતાની આવકનો સદ ઉપયોગ કરવો. મંદિર કે દેરાસરમાં નવી નોટ, બુક પેન્‍સીલ મુકવી કે દાન કરવુ અને મા સરસ્‍વતીની ઉપાસના પ્રાર્થના કરવાથી માની કૃપા મળે છે.