Gujarati News

Gujarati News

રવિવારનું પંચાંગ
તા.૧૬-૮-ર૦ર૦,રવિવાર
શ્રાવણ વદ-૧ર
પર્યુષણ પર્વ
પંચમી પક્ષ પ્રારંભ, પ્રદોષ- મંગળ મેષ રાશિમાં પ્રવેશ, પારસી સન ૧૩૯૦, પારસી નૂતન વર્ષ -પતેતી, સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ સંક્રાતિ પૂ. કાળ મધ્યાહનથી સૂર્યાસ્ત પારસી ભાઇ-બહેનોને નવા વર્ષની શુભેચ્છા-સાલ મુબારક
સૂર્યોદય-૬-૨૬,સૂર્યાસ્ત-૭-૧૬
જૈન નવકારશી-૭-૧૪
ચંદ્ર રાશિ- મિથુન (કછધ)
અભિજાત ૧ર-રપ થી ૧૩-૧૭ (વિજય મૃર્હુત)
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦ર થી ચલ-લાભ-અમૃત-૧ર-પ૧ સુધી, ૧૪-ર૭ થી શુભ ૧૬-૦૩ સુધી, ૧૯-૧૬ થી શુભ-અમૃત-ચલ ર૩-ર૭ સુધી
શુભ હોરા
૭-૩૦ થી ૧૦-૪૩ સુધી, ૧૧-૪૭ થી ૧ર-પ૧ સુધી, ૧૪-પ૯ થી ૧૮-૧ર સુધી, ૧૯-૧૬ થી ર૦-૧ર સુધી
બ્રહ્માંડના સિતારા : -
- જન્મના ગૃહોના ફળાદેશ બાબત જો તમોને સંપૂર્ણ સમજદારી હોય તોજ ફળાદેશ કરવુ કારણ કે એક જ રાશિની વ્યકિતને મંગળનું ભ્રમણ કે શનિનું ભ્રમણ લાભદાયક રહે છે. તો તેજ રાશિની બીજી વ્યકિતને મંગળનું ભ્રમણ કે શનિનું ભ્રમણ અથવા કોઇપણ ગ્રહોનું ભ્રમણ કદાચ લાભદાયક ન હોય તો શુ કરવું મારો કહેવાનો મતલબ સ્પષ્ટ છે કે ઇલેકટ્રીક માધ્યમ દ્વારા અથવા તો કોઇ એક ગ્રહનું રાશિવાદ ફળાદેશ દરેક વ્યકિતને અલગ અલગ ફળ આપે છે ઘણા લોકો સતત ટીવીના માધ્યમથી જયોતિષનું ફળાદેશ જોતા હોય છે અને પછી ડીપ્રેશનમાં આવી જાય છે. અંધ શ્રધ્ધામાં ડૂબી જાય છે. તો શું કરવું.