Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૮ જુલાઇ-ર૦ર૧ રવિવાર
અષાઢ સુદ-૯
ભડલી નોમ
રવિયોગ અહોરામ
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-તુલા
મંગળ-કર્ક
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-૧૪,
સૂર્યાસ્ત-૭-૩૧,
જૈન નવકારશી- ૭-૦ર
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર- સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૬ થી અભિજીત-૧૩-ર૦ સુધી
૭-પ૪ થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૩ સુધી ૧૪-૩૩ થી શુભ-૧૬-૧ર સુધી
૧૯-૩ર થી શુભ-અમૃત-ચલ
ર૩-૩૩ સુધી
શુભ હોરા
૭-ર૧ થી ૧૦-૪૦ સુધી, ૧૧-૪૭ થી ૧ર-પ૩ સુધી, ૧પ-૦૬ થી ૧૮-રપ સુધી, ૧૯-૩ર થી ર૦-રપ સુધી
બ્રહ્માંડના સીતારા
ઘણી વ્યકિતઓ યુ-ટયુબમાં જયોતિષની સલાહ સુચનો જોતા હોય છે અને પછી તેઓને માનસીક ડીપ્રેશન આવી જવાની શકયતા વધી જાય છે. એક ભાઇ મારા પાસે આવેલ તેઓને જીવનમાં કોઇ તકલીફ નહતી. પણ યુ-ટયુબમાંથી કોઇએ તેઓને કહેલ કે તમારા માટે એકસૌ ચાલીસ દિવસ તકલીફ વાળા રહેશે હવે મારી સલાહ લેવા આવેલા કે મારે શું કરવું મે તેમને હાલ કોઇ તકલીફ ન હતી પણ યુ-ટયુબમાંથી જાણકારી મેળવીને ડીપ્રેશનમાં આવી ગયેલા મે તેમને કહયુ કે તમારી અંગત ગ્રહોની સ્થિતિ સારી છે. તમો આવુ બધુ જોવાનું બંધ કરો પછી મારી વાત ઉપર તેઓએ વિશ્વાસ બેઠો અને પછી તેઓ ડીપ્રેશનમાંથી બહાર નીકળી ગયા અહિં એક વાત યાદ રાખો જનરલ ફળાદેશ અને તમારા અંગત જન્માક્ષર બનેલા ઘણો બધો ફેરફાર હોય છે જેથી સમજદારી કેળવવી.