Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૯-૯-ર૦ર૦,શનિવાર
અધિક આસો સુદ-ર, ત્રીજનો ક્ષય છે. સિદ્ધિયોગ-રપ-ર૧ થી સૂર્યોદય, રવિયોગ-રપ-ર૧થી
સૂર્ય-કન્યા
ચંદ્ર-કન્યા
મંગળ-મેષ
બુધ-કન્યા
ગુરૂ-ધન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૬
સૂર્યાસ્ત-૬-૪૬
જૈન નવકારશી-૭-ર૪
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ)
૧૪-૪ર થી તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૬ થી ૧૩-૦પ સુધી, ૮-૦૭ થી શુભ-૯-૩૮ સુધી, ૧ર-૪૦થી ચલ-લાભ-અમૃત-૧૭-૧૪ સુધી, ૧૮-૪પ થી લાભ-ર૦-૧૪ સુધી, ર૧-૪૩ થી શુભ-અમૃત-ચલ-ર૬-૦૯ સુધી,
શુભ હોરા
૭-૩૭થી ૮-૩૭ સુધી, ૧૦-૩૯થી ૧૩-૪૧ સુધી, ૧૪-૪ર થી ૧પ-૪૩ સુધી ૧૭-૪૪ થી ર૦-૪૩ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં સૂર્યનું ખૂબજ મહત્વ રહેલ છે. સૂર્ય ગ્રહ નથી તે એક તારો છે તેવું વૈજ્ઞાનિકો કહે છે અને છતાં આપણે સૂર્યને ગ્રહોમાં સ્થાન આપેલ છે. સૂર્યને બ્રહ્માંડનો રાજા કહેવાય છે અને તે સત્ય છે. વાસ્તવિકતા છે સૂર્ય વગર બ્રહ્માંડનું અસ્તિત્વ ન જ હોય. સૂર્ય એક દિવસ ન ઉગે તો મતલબ કે ન દેખાય તો શું થાય એટલે જ રોજ સૂર્ય નમસ્કાર કરવા. જન્મકુંડલીમાં પણ જેને લઇને સૂર્ય કયાં સ્થાનમાં છે તે પણ ખૂબજ મહત્વનું છે. સૂર્ય પ્રધાન વ્યકિત આધ્યાત્મિક હોય છે અને તેની સાથે આત્મવિશ્વાસ પણ સારો હોય છે. જીવનમાં કોઇ સારો હોદો મલે છે-ઉચ્ચ પોલીસ અધિકારી, ડોકટર, જજ, વકીલ કે કાઉન્સેલરો-મોટીવેશન અને રાજકારણીઓનો જન્મનો સૂર્ય બળવાન હોય છે. (ક્રમશઃ)