Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૦-પ-ર૦રર,શુક્રવાર
વૈશાખ વદ-પ
ભુવનેશ્વરી પાટોત્‍સવ (ગોંડલ)
કુમાર યોગ રપ-૧૯ થી સૂર્યોદય
રવિયોગ પ્રારંભ રપ-૧૯ થી
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-ધન
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૭,
સૂર્યાસ્‍ત-૭-૧૯
જૈન નવકારશી-૬-પપ
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.ઢ.)
૮-૪પ થી મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉતરાષાઢ,
રાહુ કાળ ૧૧-૦૪થી ૧ર-૪૪ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૭થી ૧૩-૧૦સુધી
૬-૦૭ થી ચલ-લાભ-અમૃત
૧૧-૦૪ સુધી, ૧ર-૪૪ થી
શુભ-૧૪-ર૩ સુધી,
૧૭-૪૧ થી ચલ ૧૯-ર૧ સુધી
રર-૦ર થી લાભ ર૩-ર૩ સુધી
શુભ હોરા
૬-૦૭ થી ૯-રપ સુધી,
૧૦-૩૧ થી ૧૧-૩૭ સુધી,
૧૩-પ૦ થી ૧૭-૦૮ સુધી
૧૮-૧૪ થી ૧૯-ર૧ સુધી,
બ્રહ્માંડના સીતારા
પરિવારના સભ્‍યો ખાસ કરીને જે પરિવારમાં વડીલોને માન આપવામાં આવે છે. અને સંપીને રહે છે. જે સંતાનો મા-બાપના આર્શિવાદ મેળવે છે. પોતાની બહેનોને પણ સારી રીતે રાખે છે તો દિકરાની પત્‍નીને પોતાની સગી પુત્રી છે તેમ માનથી રાખે છે અને માન સન્‍માન આપે છે ત્‍યાં ગ્રહો પણ સારા થઇને પરિવારમાં સુખ સંપત્તિ આપે છે જેથી જન્‍માક્ષર બતાવવાની સાથે સાથે તમોને કેવી સલાહ આપવામાં આવે છે તે પણ ખૂબ જ મહત્‍વનું રહેલ છે. સદ્‌્‌બુધ્‍ધિ મેળવવા માટે રોજ હનુમાનજીના દર્શન કરવા અને મોબાઇલનો ઉપયોગ ખુબ જ જરૂર હોય તો જ કરવો કોઇ ગેઇમ ડાઉન લોડ ન જ કરવી. (ક્રમશ)