Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨પ-૧૦-ર૦ર૦ રવિવાર
નિજ આસો સુદ-૯
દશેરા, વિજયા દશમી, આયુર્ધ પૂજા-રવિયોગ-અસ્ત્ર શસ્ત્રનું પૂજન, બુદ્ધ જયંતિ (ભગવાન), પંચક ૧પ્-ર૮થી
સૂર્ય-તુલા
ચંદ્ર-મકર
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૯
સૂર્યાસ્ત-૬-૧૩
જૈન નવકારશી-૭-૩૭
ચંદ્ર રાશિ-મકર (ખ.જ.)
૧પ-ર૮થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-ઘનિષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૦૮ થી ૧ર-પ૪,
૮-૧૪થી ચલ-લાભ-અમૃત-૧ર-૩૧ સુધી, ૧૩-પ૬થી શુભ-૧પ-રર સુધી, ૧૮-૧૩થી શુભ-અમૃત-ચલ-રર-પ૬ સુધી,
શુભ હોરા
૭-૪૬થી ૧૦-૩૭ સુધી, ૧૧-૩૪થી ૧ર-૩૧ સુધી, ૧૪-રપ થી ૧૭-૧૬ સુધી, ૧૮-૧૩થી ૧૯-૧૬ સુધી
બ્રહ્માંડના સિતારા
સંતાનોની સગાઇ લગ્ન બાબત કાકા-મામા વગેરે ત્થા કુટુંબના સભ્યોનો સ્વભાવ કેવો છે તે બાબતને ધ્યાનમાં લેતા હોય છે. બધુ બરાબર હોવા છતાં લગ્ન જીવન સારૂ ચાલતું નથી માટે આ બાબતમાં એટલું જ કહેવાનું છે કે જે વ્યકિત સાથે તમારે લગ્ન કરવાના છે તે કેટલી સમજદાર છે તે બાબત ખૂબજ મહત્વની રહે છે. યુવક અને યુવતિ બંને સમજદાર હોય તો કુટુંબને કે યુવતિને ગેર માર્ગે દોરીને લગ્ન જીવનમાં તનાવ ઉભો કરવાની કોશિષ કરતા હોવા છતાં સમજદાર વ્યકિત પોતાનો ઘરસંસાર કેમ ચાલે પોતાના જીવનસાથીને સમજીને તેને માન આપે તો જરૂરથી લગ્નજીવન સારૂ ચાલી શકે છે. આવી વ્યકિતઓને ગ્રહો નડતા નથી. પુરૂષ હોશીયાર હોય તો પત્નીને સમજાવી શકે છે.