Gujarati News

Gujarati News

ગુરૂવાર પંચાંગ
તા.ર૭-૧-ર૦રર ગુરૂવાર
પોષવદ-૧૦
વિંછૂડો
ભદ્રા ૧પ-ર૯ થી ર૬-૧૭
સૂર્યોદય-૭-ર૯,
સૂર્યાસ્‍ત-૬-૩૦
જૈન નવકારશી- ૮-૧૭
ચંદ્ર રાશિ-વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર-વિશાખા -

માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હૂત ૧ર-૩૮થી ૧૩-રર સુધી ૭-ર૯ થી શુભ ૮-પ૧ સુધી
૧૧-૩૭ થી ચલ-લાભ-અમૃત
૧પ-૪પ સુધી, ૧૭-૦૮ થી શુભ-અમૃત-ચલ- ર૧-૪પ સુધી
શુભ હોરા
૭-ર૯ થી ૮-ર૪ સુધી,
૧૦-૧૪ થી ૧૧-પ૯ સુધી,
૧૩-પપ થી ૧૪-પ૦ સુધી
૧૬-૪૧ થી ૧૯-૩૬ સુધી
બ્રહ્માંડના સિતારા
મિથુન લગ્નમાં જો બુધ જન્‍મના લગ્નથી બારમાં સ્‍થાનમાં હોય તો વધુ પડતા વિચારો કરે છે. અને જેને લઇને આત્‍મ વિશ્વાસ નબળો પડે છે. તેની સાથે સ્‍વગૃહ ગ્રહ બીરાજમાન હોય તો રાજયોગ બને છે. અભ્‍યાસમાં ઉચ્‍ચ જ્ઞાન માટેના પ્રયત્‍નો ફળે છે. અહીં જન્‍મના શનિને ધ્‍યાનમાં લેવાની જરૂર રહે છે. જન્‍મનો શનિ જો જન્‍મના ચંદ્રની સાથે હોય તો પોતાની ઇચ્‍છા પ્રમાણે ડીગ્રી મેળવવામાં સફળતા મેળવે છે. જન્‍મ કુંડલીમાં જો રાહુ ચોથા સ્‍થાનમાં હોય અને ચલિતમાં જો ફરી જતો હોય તો ઉંમર વર્ષ બાવીસ પછી ભાગ્‍યોદયના યોગ બનાવે છે. જો ગુરૂનું બળ જન્‍મના સૂર્યને મળતુ હોય તો અભ્‍યાસમાં સારી ડીગ્રી મેળવી શકે છે. નબળા વિચારો થી નબળી વાતોથી દૂર રહેવું.