Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩૦-૧ર-ર૦ર૦ બુધવાર
માગસર સુદ-પૂનમ, પૂનમ
સવારે ૮-પ૮ સુધી,
બહુચરાજીનો મેળો ,ઇષ્ટ
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-મિથુન
મંગળ-મેષ
બુધ-ધન
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શનિ-વૃષભ
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૭,
સૂર્યાસ્ત-૬-૧૦,
જૈન નવકારશી-૮-૧પ
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-આર્દ્રા
દિવસ-સામાન્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૧૭-ર૭થી લાભ-અમૃત-૧૦-૦૮ સુધી, ૧૧-ર૯થી શુભ-૧૨-પ૦ સુધી, ૧પ-૩૧થી ચલ-લાભ-૧૮-૧ર સુધી, ૧૯-પરથી શુભ-અમૃત-ચલ-૨૮-૧ર સુધી
શુભ હોરા
૭-ર૭થી ૯-૧પ સુધી, ૧૦-૦૮થી ૧૧-૦ર સુધી, ૧ર-પ૦ સુધી, ૧પ-૩૧થી સુધી, ૧૬-રપ થી ૧૭-૧૮ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મકુંડલી મેળાપક બાબત સામાન્ય રીતે દોકડાને વધુ મહત્વ આપવામાં આવે છે. જો અઢારથી વધુ દોકડા મલતા હોય તો સગાઇ થઇ શકે તેવું સામાન્ય લોકોનું ગણીત હોય શકે પણ ખરેખર તેવું ન માનવું કારણ કે દોકડા છમાસ મલતા હોય તો પણ સગાઇ લગ્ન તૂટી જતા જોવાયા છે તેનું કારણ એ છે કે જન્મકુંડલીના બધા જ ગ્રહોને ધ્યાનમાં લેવા જોઇએ અને કુંડલીમાં રાશિનો મેળ કેટલો બને છે. અહીં ઘણા લોકોને નાડી દોષ છે તેને લઇને પણ સગાઇ ન કરવાનું વિચારતા હોય છે જેથી અહીં નાડી દોષને લઇને સગાઇ ન કરવી હજારો કુંડલીમાં નાડી દોષ હોવા છતાં સારૂ લગ્નજીવન જતુ હોય અને સંતાનો પણ હોય તેવા હજારો દાખલા છે.