Gujarati News

Gujarati News

બુધવારનું પંચાંગ
તા.૧-૯-ર૦ર૧ બુધવાર
શ્રાવણ વદ-૧૦
ભદ્રા -૧૭-૩૦ થી ૩૦-રર
સૂર્યોદય ૬-૩૦ થી સૂર્યાસ્ત ૭-૦૩
જૈન નવકારશી ૭-૧૮
ચંદ્ર રાશિ વૃષભ (બ.વ.ઉ.)
ર૩-૧૩ થી મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર -મૃગશીષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૧ થી લાભ-અમૃત- ૯-૩૯ સુધી ૧૧-૧૩ થી શુભ ૧ર-૪૭ સુધી ૧પ-પપ થી ચલ-લાભ ૧૯-૦૩ સુધી ર૦-ર૯ થી શુભ-અમૃત-ચલ ર૪-૪૭ સુધી
શુભ હોરા
૬-૩૧ થી ૮-૩૬ સુધી ૯-૩૯ થી ૧૦-૪૧ સુધી ૧ર-૪૭ થી ૧પ-પપ સુધી ૧૬-પ૭ થી ૧૭-પ૯ સુધી
બ્રહ્માંડના સીતારા
પસંદગીના લગ્ન યોગ - બાબત જન્મના ગ્રહો ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. જન્મ કુંડલીમા જો લગ્નેશ કેન્દ્રમાં હોય અને તેના ઉપર સાતમા સ્થાનનો માલિકની દૃષ્ટિ હોય તો લવ મેરેજની શકયતાઓ ઉભી થાય છે તેવી જ રીતે જન્મકુંડલીમાં જો શુક્ર ચંદ્ર એકબીજાની સાથે હોય અથવા એક બીજા ઉપર દૃષ્ટિ કરતા હોય તો પણ લવ મેરેજના યોગ ઉભા થાય છે. અને આ યોગમાં થતા મેરેજ કેટલુ ચાલશે તે પણ ખુબ જ મહત્વનું રહે છે બને કુંડલીમાં જો બળવાન ગુરૂ અથવા શુક્ર હોય અને જો બંનેના સૂર્ય એક રાશિના હોય અથવા તો નવ પંચમ યોગ બનતો હોય નવ માંસ કુંડલીમા જો લગ્નેશ બળવાન હોય અને તેની મહાદશા ચાલતી હોય તો લવ મેરેજની શકયતાઓ વધી જાય છે.