Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

પી.જી.વી.સી.એલના એન્જીનીયરની લાંચ કેસમાં રીમાન્ડ અરજી રદ કરતી અદાલત

રાજકોટ,તા. ૧ : પી.જી.વી.સી.એલના જુની. એન્જી વર્ગ-૧ના અધિકારી પંકજ ખુંટની લાંચ માંગવાનાં ગુનામાં રીમાન્ડ અરજી નામંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, પી.જી.વી.સી.એલ. આજી-૨ પેટા વિભાગીય કચેરીના તત્કાલીક જુની એન્જી. હાલ આટકોટ પી.જી.વી.સી.એલ સબ ડીવીઝન કચેરીમાં ફરજ બજાવતા પંકજ રતીલાલ ખુંટ વિરૃધ્ધ શ્રી એ.પી.જાડેજા મદદનીશ નિયામક એ.સી.બી. રાજકોટ એકમ રાજકોટ વાળાએ ફરિયાદ નોંધાવેલ હતી. તે ગુનાના કામે આરોપી પંકજ ખુંટની ધરપકડ કરી નામ સ્પે. સેશન્સ કોર્ટમાં દિવસ-૨ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મળવા અંગેની અરજી સાથે રજુ કરવામાં આવેલ હતા.

આ કેસની વિગ જોતા આરોપી પંકજ રતીલાલ ખુંટ તત્કાલીક જુની એન્જી., વર્ગ-૨, પી.જી.વી.સી.એલ આજી-૨, પેટા વિભાગીય કચેરી, હાલ આટકોટ પી.જી.વી.સી.એલ સબ ડીવીઝન કચેરી, રહે. રાજકોટ વાળાએ દશરથભાઇ ઉર્ફેશ દર્શનભાઇ મનસુખભાઇ કાંજીયાના પિતાના નામના રાજકોટ ખાતેનાં વીજ મીટર વીજ ચોરી સબબ ઉતારવામાં આવેલ જેની લેબોરેટરી ચકાસણી અર્થે હાજર રહેવા વીજ ગ્રાહકના પ્રતિનિધિ તરીકે કાંજીયાને ત્રણ મુદત આપવામાં આવેલ જે પૈકી પ્રથમ બે મુદતે સાહેદ હાજર રહેલ નહી અને છેલ્લી મુદતે સાહેદ હાજર રહેલ હોવા છતાં આરોપી ખુંટ એ સદર વીજ મીટરની લેબોરેટરી ખાતે નિયમોનુસાર ચકાસણી નહી કરાવી સદર વીજ મીટર ચકાસણી અર્થે લેબોરેટરીમાં નહી મોકલવાનાં અવેજ પેટે કાંજીયા પાસે મોબાઇલ ફોન ઉપર તા. ૨૮/૯/૨૦૧૮ના રોજ રૃા. ૨૦,૦૦૦ માંગ રકજકના અંતે રૃા. ૧૫,૦૦૦ ની લાંચની માંગણી કરી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદાનો દુરઉપયોગ કરી કાંજીયા પાસેથી  અનુચીત લાભ મેળવવા પ્રયત્ન કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરી ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮  ની કલમ -૭ (એ) તથા ૧૩ (૨) મુજબ ગુનો આચરેલ હતો.

આરોપી પંકજ ખુંટ તથા અરજદારની વચ્ચે મોબાઇલ ફોનમાં જે વાતચીત થયેલ હતી. તેનું રેકોડીંગ કરવામાં આવેલ હતી જે રેકોડીંગના આધારે છેલ્લા ઘણા સમયથી તપાસ ચાલુ હતી અને આ રેકોડીંગના આધારે આ અરજદાર અને આરોપી પંકજ ખુંટના વોઇસ રેકોડીંગના સેમ્પલો લેવામાં આવેલ હતા. અને તે સેમ્પલો એફ.એસ.એલમાં મોકલવામાં આવેલ હતા. અને એફ.એસ.એલમાંથી વોઇસ રેકોર્ડીંગનો અભિપ્રાય આવ્યા બાદ એ.સી.બી.ના અધિકારી ફરીયાદી બનીને આરોપી પંકજ ખુંટ વિરૃધ્ધ ફરીયાદ તા. ૩૧/૧૨/૨૦૨૧ના રોજ નોંધાવેલ હતી અને જે કામે આરોપીની અટક કરીને વધુ દિવસ-૨ રીમાન્ડ મેળવવાની અરજી સાથે કોર્ટમાં રજુ કરતા રીમાન્ડ અરજીની લંબાણ પૂર્વકની દલીલો બાદ સેશન્સ કોર્ટે રીમાન્ડ માંગતી અરજી નામંજૂર કરતો હુકમ કરેલ હતો.

ઉપરોકત આરોપી પંકજ રતીલાલ ખુંટ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, શ્રીકાંત મકવાણા, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી વિગેરે રોકાયા હતા.

(3:09 pm IST)