Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

અંગદાન-ચક્ષુદાન-દેહદાન પ્રચાર પ્રસાર પ્રવૃતિ કરતા

જનકલ્યાણ ચેરી. ટ્રસ્ટ દ્વારા કાલે ઋણ સ્વીકાર સમારોહ

રાજકોટ તા. ૧: જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન ઉંમેશભાઇ મહેતા ર૦૧૬ થી અંગદાન, ચક્ષુદાન, દેહદાનનાં પચાર-પ્રસારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેઓએ ૩પ વર્ષ આકાશવાણીનાં સીનીયર એન્જિનિયરિંગ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવી છે. ર૦૧૯ માં તેઓ રીટાયર્ડ થયા ત્યાબાદ તેઓ પોતાનો સમગ્ર દિવસ માત્ર આ જ પ્રવૃત્તિ માટે ફાળવે છે. દર અઠવાડિયે તેઓ રાજકોટનાં જુદા જુદા સ્થળોએ પોતાની ટીમ સાથે જન જાગૃતિ હેતુ સ્ટોલ લગાવે છે અને કોઇને અંગદાન, ચક્ષુદાન, કે દેહદાનનું સંકલ્પ પત્ર ભરવું હોય તો ત્યારે જ તેમને સંકલ્પ પત્ર પણ ભરવામાં આવે છે.
આવા ઉંત્તમ કાર્ય સાથે સંકળાયેલ જનકલ્યાણ ટ્રસ્ટ સમાજ સેવા અર્થે અંગદાન, ચક્ષુદાન, દેહદાન ઋણસ્વીકાર સમારોહનું કાલે તા. રના આયોજન કરાયું છે.
કાર્યક્રમમાં શ્રીમતી તરલાબેન રસીકભાઇ મહેતા (આર. કે. બિલ્ડર) અધ્યક્ષ ટોટાવાળા મગનભાઇ ફળદુ, પોરબંદરનાં અતુલભાઇ લાખાણી, ઢોલરા-દીકરાનું ઘરનાં મુકેશભાઇ દોશી, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સનાં ભૂતપૂર્વ પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયા, જૈન અગ્રણી સુનીલભાઇ શાહ, રેસકોર્ષ લાફટર કલબનાં પ્રભુદાસભાઇ રાજાણી અતિથોી વિશેષ તરીકે હાજરી આપશે.
કાર્યક્રમ તા. ર ના રવિવારે સવારે ૯ થી ૧ર સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, કોટેચા ચોક, કાલાવાડ રોડ ખાતે યોજાશે. આમંત્રીતોએ હાજરી આપવા અનુરોધ કરાયો છે.
આર. કે. બિલ્ડરના શ્રી તરલાબેન રસિકભાઇ મહેતા દ્વારા જનકલ્યાણ ટ્રસ્ટને કાર્યાલય મળેલ છે. ૧૦, કાંતિ પ્રકાશ, બીજો માળ, પૂનમ ફર્નિચર પાસે, ઢેબર રોડ ખાતે સાંજે ૪ થી ૮ અમારા કાર્યાલય મંત્રી શ્રી પ્રદીપભાઇ પંડયાનો સંપર્ક કરી શકાશે. તે ઉંમેશ મહેતા (મો. ૯૪ર૮પ ૦૬૦૧૧) ની યાદીમાં જણાવાયું છે.



 

(3:46 pm IST)