Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

મ.ન.પા.નાં કર્મચારી એકતા મંડળ દ્વારા નૂતન વર્ષે સંકલ્પ પત્ર સાથે કામગીરીનો શુભારંભ

રાજકોટઃ.. કર્મચારી એકતા મંડળ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનાં કર્મચારીઓ અને અધિકારીશ્રીને એક ગુલાબનું ફુલ અને સંકલ્પ પત્ર આપી કામગીરી શરૂ કરવા નવા વર્ષે નવા અભિગમની શરૂઆત કરવામાં આવેલ. તે વખતની તસ્વીર. જેમાં કર્મચારીઓ નિયમિત સમયસર પોતાનું ફરજ પર હાજર રહી પ્રજા હિતનાં કાર્યોમાં અગ્રેસર રહી પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી વિગેરે સંકલ્પ પત્રમાં દર્શાવ્યા મુજબ કાર્ય કરશે તેવો સંકલ્પ કરાયો. આ નવતર અભિગમને સફળ બનાવવા મંડળનાં મહામંત્રી રાહુલભાઇ પરમાર, પ્રમુખ કિશોર ગમારા, ઉંપપ્રમુખ ગુલાબસિંહ જાડેજા, બાબરીયાભાઇ, વાઘેલાભાઇ વગેરેએ જહેમત ઉંઠાવી હતી.  

 

(4:05 pm IST)