Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બે ટીપાં જિંદગીના : રાજકોટમાં 13 લાખ બાળકોએ પોલીયોના ટીપાં પીધા

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૬૪૮ બુથ પર આરોગ્ય શાખાની ૭૧૧ ટીમો દ્વારા પોલીયો રસીકરણની કામગીરી કરવામાં આવી: મ્યુનિ.કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો

રાજકોટ:  સરકારશ્રીના “રાષ્ટ્રીય પોલીયો રસીકરણ” કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૩૧ ના રોજ સવારે ૯ કલાકે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે રામનાથપરા આરોગ્ય કેન્દ્ર ખાતે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. શહેરના ૦ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયોના બે ટીપાં પીવડાવવાની શરૂઆત કરી હતી, જેમાં આજે ૬૪૮ બુથ પરથી કુલ ૧૨૦૯૬૭ બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. 

 

બાળકોને પોલીયોના ટીપાં પીવડાવી સુરક્ષિત બનાવો અને પોલીયોથી બચાવો. બાળક બીમાર હોય તો પણ ટીપાં પીવડાવી શકાય છે અને અગાઉ પોલીયોના ટીપાં પીવડાવેલ હોય તો પણ ટીપાં પીવડાવી શકાય તેમ મ્યુનિ. કમિશનરશ્રી જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ૭૧૧ ટીમો દ્વારા પોલીયો રસીકરણની કામગીરી કરવામાં આવી હતી.

(8:54 pm IST)