Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઠંડી હવાના લીધે કાનના પડદામાં સોજો આવે

શિયાળામાં થતી કાન, નાક, ગળાની સમસ્‍યા, નિદાન-સારવાર અને તકેદારી વિષે માહિતી આપતા ઇએનટી સર્જન ડો. હિમાંશુ ઠકકર : સુકી હવાના લીધે નાકની અંદરની ચામડી સુકી થઇ જાય છે અને તેના લીધે નાકમાંથી લોહી નીકળતુ હોય છે

રાજકોટઃ શિયાળામાં ખાસ કરીને કાનના રોગો જેવા કે કાનમાં દુખાવો તમારા કાનની બહેરાશ શરદીને લીધે કાનમાં ધાક પડી જવી કાનમાંથી રસી આવવું વિ. સમસ્‍યાઓ વ્‍યાપક પ્રમાણમાં જોવા મળે છે. કેમ કે ઠંડી હવાને લીધે કાનના પડદામાં સોજો આવે છે અને કયારેક દુખાવો પણ થાય છે. બેલ્‍સ પાલસી કે જે કાન ની ૭ નંબર ની નસ નો લકવો છે જે શિયાળા માં વધુ જોવા મળે છે. નાકના રોગો જેવાકે સાઇનસ ની શરદી. નાકમાંથી પાણી પડવું. નાક બંધ થઈ જવું. માથું દુખવું કયારેક નાક માંથી લોહી પડવું કેમકે શિયાળામાં સૂકી હવાને લીધે નાકની અંદરની ચામડી સૂકી થઈ જાય છે અને તેને લીધે નાક માંથી લોહી આવે છે.ખાસ કરીને નાના બાળકો  અને ઉંમર લાયક વ્‍યક્‍તિઓ કે જેમને બ્‍લડપ્રેસર અને ડાયાબિટીસની સમસ્‍યા છે અને લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોય તેમને નાક માંથી લોહી નીકળવાની તકલીફ થઈ શકે છે.ગળાની સમસ્‍યાઓ જેવીકે ગળા માં દુખાવો થવો.ગળા માં કાકડા ની સમસ્‍યા. કફ સૂકી ઉધરસ અને ગળામાં ખારાશ થવી સમસ્‍યા જોવા મળે છે. સારવારમાં કાન નાક ગળાના રોગોના નિષ્‍ણાત ડૉક્‍ટર પાસે યોગ્‍ય નિદાન કરાવી સારવાર કરાવવી જોઈએ જેમકે કાન ના દુખાવા માટે કાનના ટીપાં  અને જરૂર પડ્‍યે એન્‍ટી બાયોટિક અને પેઈન કિલર દવાઓ આપવામાં આવે છે. તેવી જ રીતે નાક માટે નાકના ટીપા જેથી નાક ખુલી જાય અને દર્દી ને શ્વાસ લેવા માં રાહત થઈ શકે તે ઉપરાંત નાસ લેવાની પણ સલાહ આપવામા આવે છે.જરૂર પડ્‍યે સાઇનસ માટે તથા નાક ના મસા માટે દૂરબીન થી નાક ની તપાસ અને સિટી સ્‍કેન પણ કરવા માં આવે છે અને જો સાઇનસ અને મસા જો વધારે પ્રમાણ માં હોય  તો તેનું દૂરબીન વડે ઓપરેશન પણ કરવું પડે છે.ગળા માટે કફ અને દુખાવા માટે દવા ઉપરાંત ગરમ પાણીમાં નમક અને હળદર નાખી કોગળા કરવાની સલાહ આપવા માં આવે છે. ખાસ કરીને અસ્‍થમા અને શ્વાસની તકલીફ વાળા દર્દીઓએ શિયાળા માં ખુબજ ધ્‍યાન રાખવું. બહાર જતી વખતે સ્‍કાફ કે મફલરથી કાન અને નાક કવર કરવા અને સ્‍વેટર ખાસ પહેરવું. ગરમ  ખોરાક લેવો.નવ શેકુ ગરમ પાણી પીવું.વધારે પડતી ઠંડીમાં બહાર નીકળવાનું ટાળવું અને ઉપરોક્‍ત સમસ્‍યા માટે નિષ્‍ણાત ડૉક્‍ટરની સલાહ લેવી.

 ઠક્કર હોસ્‍પિટલ ખાતે આધુનિક સાધનો વડે દાંત તથા કાન નાક ગળા ના રોગોનું નિદાન તથા સારવાર કરી આપવામા આવે છે. ડો હિમાંશુ ઠક્કર. ઈએનટી સર્જન .ડો ઠક્કરની દાંત તથા કાન નાક ગળાની હોસ્‍પિટલ.૨૦૨ લાઇફ લાઈન બિલ્‍ડીંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ. મો. ૭૯૯૦૧ ૫૩૭૯૩

(11:41 am IST)