Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાજકોટમાં આજથી રાતના ૧૧ સુધી લોકો બહાર રહી શકશે

૧૧ પછી સવારના ૬ સુધી કર્ફયુનો કડક અમલ કરાવશે પોલીસ

રાજકોટ તા. ૧: કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્‍ય સરકારે રાજકોટ સહિતના શહેરમાં લાદેલા રાત્રી કર્ફયુનો સમય ધીમે ધીમે ઘટાડવામાં આવી રહ્યો છે. અગાઉ રાતે નવથી સવારના છ સુધી અને એ પછી રાતના દસથી સવારના છ સુધી કર્ફયુનો અમલ કરાવવામાં આવ્‍યો હતો. હવે સરકારના આદેશ અનુસાર આજ તા. ૧થી કર્ફયુના સમયમાં ફેરફાર અમલી બનાવાયો છે. એ મુજબ હવે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં રહેતાં નગરજનો રાત્રીના ૧૧:૦૦ સુધી બહાર રહી શકશે. શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે એક જાહેરનામુ બહાર પાડી નવા અગાઉના કોરોના મહામારીને લગતાં સરકારની માર્ગદર્શિકા મુજબના નિયમો યથાવત રાખ્‍યા છે. જાહેરમાં થુંકવું નહિ, માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સનો ભંગ ન કરવો, વાહનોમાં નક્કી થયેલા મુસાફરોને જ બેસાડવા એ સહિતના તમામ નિયમો લોકોએ પાળવાના રહેશે. જેનો ભંગ કરવાથી પોલીસ અગાઉની જેમ જ કાર્યવાહી યથાવત રાખશે.

 

(3:31 pm IST)