Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોરોનામાં મૃત્યુ પામેલા રેલ્વે કર્મચારીઓના પરિવારજનોને કમ્પેન્શેસન પેમેન્ટ આપોઃ રેલ્વે મઝદુર સંઘ

પ્રાઇવેટાઇઝેશન અને આઉટસોર્શીંગ બંધ કરો સહિત ૧૪ માંગણીઓ સાથે હિરેન મહેતાની આગેવાની હેઠળ રેલ કર્મચારીઓની રેલી-દેખાવો-સુત્રોચ્ચાર

રાજકોટઃ હિરેન મહેતા (ડિવીઝનલ સેક્રેટરી  wrms રાજકોટ)ની યાદી મુજબ રાષ્ટ્રીયસ્તરે nfir ના જનરલ સેક્રેટરી ડો. એમ. રાઘવૈયાજીના આહવાન પર વેસ્ટર્નરેલ્વે મજદુર સંઘના બધાજ ડિવીઝનો જેવા કે અમદાવાદ, મુંબઇ, ભાવનગર, વડોદરા, રતલામ અને રાજકોટમાં જુદા-જુદા સ્ટેશનો પર વિવિધ માંગણીઓને લઇને રેલકર્ર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ ડિવીઝનના હાપા રેલ્વેસ્ટેશન તથા સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર બહોળી સંખ્યાઓમાં રેલકર્મચારીઓએ ઉપસ્થિત રહી ધરણા પ્રદર્શન રેલીઓ અને નારાબાજીના દેખાવો કરી વિરોધ દર્શાવેલ છે. અને સરકાર સમક્ષ નારાજગીઓ તથા આક્રોશ વ્યકત કરેલ.

જેમાં સરકાર દ્વારા પ્રશાસન દ્વારા માન્ય કરવામાં આવેલી માંગના નિર્ણયો જેલાંબા સમયથી બાકી છે તે તુરંત લાગુ કરી કર્મચારીએ તેમના હક હિસ્સાઓ આપવા તથા અન્ય માંગો

૧-૧-૨૦, ૧-૭-૨૦ તથા ૧-૧-૨૧ના ત્રણ ઇન્સ્ટોલમેન્ટ DA / DR મોંઘવારી ભથ્થુ, સરકાર દ્વારા ફ્રીજ કરેલ છે. તે તાત્કાલીક રીલીઝ કરવુ અને કર્મચારીઓનું શોષણ બંધ કરો. NPS (ન્યુ પેન્શન સ્કીમ) બંધ કરીને ops  (ઓલ્ડ પેન્શન સ્કીમ) તુરંત લાગુ કરવાની માંગણી માન્ય કરવા. (૩) કોવિડ-૧૯ના લીધે મૃત્યુ પામેલ રેલકર્મી. કોરોના વોરીયર્સને કમ્પેન્શેસન પેમેન્ટ આપવુ. (૪) કોમ્પેન્શેસન એપોઇમેન્ટ ૧૦૦ ટકા આપવી અને મેડીકલી અનફીટ થયેલા કર્મચારીઓના પરીવારને એપોઇમેન્ટ આપવાની માંગ (૫) રીટાયર્ડમેન્ટ કર્મચારીઓના ઇન્ક્રીમેન્ટ માટે ૩૦ જાન્યુ, ૩૦ જુન આવેલ કોર્ટ જજમેન્ટને લાગુ કરાવતુ તથા MACP  સ્કીમ કેટેગરીના કર્મચારીઓને 7 TH CPC  મુજબ મીનીમમ પે એન્ડ ફીટમેન્ટ ટેબલ લાગુ કરવુ. (૭) 7th cpc ની વિવિધ એનોમલી દુર કરવી અને જે એલાઉન્સીસ એડવાન્સ, બે ઇન્ક્રીમેન્ટ બંધ કરેલ છે તથા પ્રમોશન અને  MACP માં બ્રાહ્ય છે તેનો લાભ કર્મચારીઓને જરૂરથી આપવો. (૮) પ્રાઇવેટાઇઝેશન અને આઉટસોસીંગ બંધ કરો. (૯) કર્મચારીઓને () નિયમનને પાછો ખેંચવો જેના દ્વારા કર્મચારીઓને આપી શોષણ કરાય છે. નિયમનો મીસયુઝ થાય છે. (૧૦)  nc- jmc ની સ્ટેન્ડીંગ કમીટીમાં  લેવાયેલા નિર્ણયોના ઓર્ડર તુરંત આપી દેવા. (૧૧) લોકડાઉન કોવિડ-૧૯ દરમિયાન જે કર્મચારીઓ વાહનવ્યવહાર નહિ હોવાથી પહોંચી નથી શકયા તેમજ હોમ કવોરન્ટાઇન કરેલ છે. તેમને એનમન્ટ ન ગણતા રેગ્યુલરાઇઝ ગણવા માટે. (૧૨) 7th cpc માટે રીવાઇઝ  પે મેટ્રીકસ જે અમુક કેટેગરી માટે માન્ય કરેલ છે તે તુરંત લાગુ કરવી (૧૩) કર્મચારીઓ રાત્રી દરમિયાન જે સતત ફરજ નિભાવી રહયા છે જે કુદરત વિરૂધ્ધ જઇને પણ પોતાની ફરજ નિભાવી રહયા છે. તે નાઇટ ડયુટીની સીલીંગ લીમીટના નિર્ણયને પાછો ખેંચી રેગ્યુલર નાઇટ ડયુટી એલાઉન્સ આપવા માટે (૧૪) કોવિડ-૧૯ ઇન્ફેકટેડ રેલકર્મચારી તથા પરીવારને સારવાર દરમિયાન થયેલ ખર્ચને (ghs) મુજબ નહિ પરંતુ એકચ્યુલ એમાઉન્ટ ઓફ ચાર્જીસ મુજબ આપવુ..

ઉકત માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ જેમાં હિરેન મહેતાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ હાપા ખાતે હિમાંશુભાઇ જાદવ, પવનત્યાગી, દિલીપભાઇ જોશી એ.વી. સરવૈયા, ગંભીરસિંહ સાંઢા, નિલેશ બાવીસી, પુષ્પા ડોડીયા, જીતેન્દ્ર રામા તથા એસસી એસટીના રમેશભાઇ જી.એ. જયારે સુરેન્દ્રનગરમાં રસુલભાઇની આગેવાની હેઠળ જે.કે. મહેતા, હરદેવસિંહ ઝાલા, સુરેન્દ્રયાદવ, નિરવ રાવલ, આલોક કુમાર, જેજે ચાવડા, વિજયસિંહ, યૌગરાજસિંહ, મયુર મુંજપરા, ઘુડાભાઇ બી એ જહેમત ઉઠાવેલ હતી.

બહોળી સંખ્યામાં ઉપસ્થિત કર્મચારીઓનો વિરોધ આક્રોશ આ દેખાવો, રેલી, નારાબાજી કરી વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ nfir સંગઠનના બેનર હેઠળ સંગઠન પ્રત્યેનો વિશ્વાસ અને એકતા દર્શાવેલ હતી અને રેલ કર્મીઓના હિત માટે અવિરત કાર્ય કરનાર મજબુત નેતૃત્વ ડો. એમ.રાઘવૈયાજી તથા મંડલ મંત્રી હિરેન મહેતા સાથે મજબુત સંગઠન અને શ્રમ શોષણ સાથે નિતિઓનો જબરદસ્ત વિરોધ દર્શાવેલ હતો. વેસ્ટન રેલ્વે મજદુર સંઘ જીંદાબાદના તથા કામદાર એકતા જીંદાબાદના નારાઓ સાથે હાપા, સુરેન્દ્રનગરના રેલ્વે સ્ટેશનો ગુંજી ઉઠયા હતા તેમ યાદીમાં જણાવાયું છે.

(4:21 pm IST)