Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

વોર્ડ-પમાં ધારાસભ્‍ય ઉદય કાનગડનું સન્‍માન

શહેરના વોર્ડ-પ ખાતે રાજકોટ પૂર્વ-વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદય કાનગડનો સન્‍માન સમારોહ યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, તેમજ ભાજપ અગ્રણી વલ્લભભાઇ દુધાત્રા, દીપકભાઇ પનારા સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે વોર્ડ નં. પ ના ભાજપના પ્રમુખ દીનેશ ઘીયાળ દ્વારા ઉદય કાનગડનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવેલ, તેમજ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાનું પણ વોર્ડ-પ દ્વારા અભિવાદન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનું સંચાલન કિશોરભાઇ રાઠોડએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઇ પીપળીયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં દીનેશ ઘીયાળ, મુકેશ ધનસોતા, કોર્પોરેટર હાર્દીક ગોહેલ, પ્રીતીબેન પનારા, નીલેશ ખુંટ, સંજય ચાવડા, બાબુભાઇ માટીયા સહીત બહોળી સંખ્‍યામાં સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:18 pm IST)