Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

મંગળવારથી એડવાન્સ હાઉસટેક્ષમાં ૧૦ થી ૧૫% વળતર

સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં તા. ૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર (૧૫%) અને તા. ૧ થી ૩૦ જૂન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કતધારકને ૧૦% વળતર આપવામાં આવશે : મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની જાહેરાત

રાજકોટ તા. ૧ : મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તા.૬ એપ્રિલ, ૨૦૨૧થી લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કરેલ છે.

વિશેષમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરએ એક યાદીમાં જણાવે છે કે, સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે.

મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરએ વધુમાં એમ જણાવ્યુ હતુ કે, દર વરસે એડવાન્સ વેરા વળતર યોજના ખુબ જ લોકપ્રિય બની રહી છે. ખુબ મોટી સંખ્યામાં કરદાતાઓ આ યોજનાનો લાભ લ્યે છે. આ જ પ્રકારે આ વરસે પણ મહત્તમ સંખ્યામાં કરદાતાઓ એડવાન્સ મિલ્કત વેરો ભરપાઈ કરી વળતરનો લાભ પ્રાપ્ત કરે તેવી જાહેર અપીલ છે.

કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.

૨૦૨૦-૨૧માં ૨.૬૮ લાખ લોકોએ ૧૯૧ કરોડનો વેરો ભર્યો

દરમિયાન ગઇકાલે નાણાકિય વર્ષના છેલ્લા દિવસે મ.ન.પા.ની વેરા આવક ૧૯૧ કરોડે પહોંચી હતી. કુલ ૨.૬૮ લાખ કરદાતાઓએ આ વેરો ભર્યો હતો. જેમાંથી ૧.૩૫ લાખ લોકોએ એટલે કે અડધો અડધ કરદાતાઓએ સામે ચાલીને ઓનલાઇન વેરો ભરી દીધો હતો.

ગત વર્ષે ૨.૨૦ લાખ લોકોએ ૧૩૦ કરોડનો એડવાન્સ વેરો ભરી ૧૪ કરોડનું ડિસ્કાઉન્ટ મેળવેલ

રાજકોટ : ગત વર્ષે ૨૦૨૦-૨૧માં વેરા વળતર યોજનાનો કુલ ૨.૨૦ લાખ લોકોએ લાભ લીધો હતો. જેની વિસ્તૃત વિગતો આ કોઠામાં દર્શાવાય છે.

મિલ્કતનો પ્રકાર

લાભાર્થી કરદાતાની સંખ્યા

કુલ ડીસ્કાઉન્ટ

કુલ વેરાની રકમ

વાણિજ્ય મિલ્કત

૬૨,૫૨૨

૯,૦૯,૫૨,૫૯૬

૭૮,૮૩,૬૪,૫૮૯

રહેણાંક મિલ્કત

૧,૫૫,૪૬૫

૫,૫૪,૫૦,૮૮૨

૫૧,૨૭,૨૮,૪૦૭

કુલ

૨,૨૦,૯૮૭

૧૪,૬૪,૦૩,૪૭૮

૧,૩૦,૧૦,૯૨,૯૬

(4:09 pm IST)