Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજકોટની ભાગોળે હવસખોર ભાન ભુલ્યો

પરણેલા ઢગા કિશોર તાવડેએ ૮II વર્ષની બાળાનો દેહ પીંખ્યોઃ પોલીસે ખોખરો કર્યો

રમી રહેલી બાળાને હાથ પકડી મેદાનમાં લઇ ગયોઃ હું કહું તેમ કર...કહી અર્ધનગ્ન કરી હવસખોરી આચરીઃ વાસના ભુખ્યા વરૂ પર ફિટકારઃ યુનિવર્સિટી પોલીસે અપહરણ, બળાત્કાર અને પોકસોના કાયદા હેઠળ કાર્યવાહી કરી : હવસખોર કિશોર તાવડે ટ્રક હંકારે છેઃ બે સંતાનનો પિતાઃ મહિલા પોલીસને સોંપાયો : દુઃખાવો ઉપડતાં બાળાએ રાડો પાડતાં મોઢે મુંગો દઇ દીધો ને કહ્યું-રાડો ન પાડ

રાજકોટ તા. ૧: મુંજકામાં ભાડેથી રહેતાં પરણેલા ઢગા મરાઠી શખ્સે ૮ાા વર્ષની એક બાળાને હવસનો શિકાર બનાવતાં તેના પર ફિટકાર વરસી રહ્યો છે. રાત્રીના નવેક વાગ્યે તે બાળાનો હાથ પકડી નજીકના પટમાં લઇ ગયો હતો અને ત્યાં સુવડાવી 'હું કહું તેમ કરજે' કહી તેણીની ચોરણી ઉતારી મોઢે મુંગો દઇ બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઇ છે. રમવા ગયેલી બાળા લાંબો સમય સુધી ઘરે ન આવતાં તેણીના દાદી શોધવા નીકળ્યા હતાં. એ પછી બાળા ધૂળ ધૂળ થઇ ગયેલી હાલતમાં દોડી આવી હતી અને પોતાની સાથે જે કઇ બન્યું તેની વિતક વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતાં. વાસનાભુખ્યા શખ્સને પોલીસે રાતોરાત દબોચી લઇ તેની હવસખોરી ઉતારી નાંખી છે. 

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર ૮ાા વર્ષની બાળાના દાદીમાની ફરિયાદ પરથી મુંજકા ગામમાં જેસીંગભાઇ આહિરના મકાનમાં ભાડેથી રહેતાં કિશોર કેશવભાઇ તાવડે નામના મરાઠી શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૭૬ (બી) અને પોકસોની કલમ હેઠળ બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધ્યો છે.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારે સંતાનમાં બે દિકરા છે. મોટાના લગ્ન થઇ ગયા છે. તે પરિવાર સાથે બહારગામ રહે છે. નાનો દિકરો મારી સાથે રહે છે. તેના પણ લગ્ન થઇ ગયા છે અને તેને બે સંતાનમાં છે. જેમાં એક દિકરી ૮ાા વર્ષની છે. મારા પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. કિશોર કેશવભાઇ તાવડે (મરાઠી) પરણેલો છે અને તેની પત્નિનું નામ આશા છે તે મુંજકામાં ભાડેથી રહે છે.

બુુધવારે ૩૧મીની રાતે નવેક વાગ્યે હું ઘરે હતી ત્યારે મારા પતિ સુઇ ગયા હતાં. દિકરો તેના કામે ગયો હતો. પુત્રવધૂ ઘરમાં કામ કરતી હતી. આ વખતે મારી ૮ાા વર્ષની પોૈત્રી બહાર રમતી હતી. થોડો સમય થયા બાદ પણ તે ઘરમાં પાછી ન આવતાં હું તપાસ કરવા જતાં જોવા ન મળતાં મેં તેના નામની બૂમો પાડી હતી. પરંતુ તે આવી નહોતી. એ પછી એક ભાઇને પુછતાં તેણે કહેલું કે થોડીવાર પહેલા તો અહિ રમતી હતી. પરંતુ પછી કયાં ગઇ એ ખબર નથી.

ખુબ શોધવા છતાં મારી પોૈત્રી મળી નહોતી. રાતે સાડા નવેક વાગ્યે તે ઓચીંતી દોડતી મારી પાસે આવી હતી. મેં તેને જોતાં તે આખી ધૂળ ધૂળ ભરેલી હતી અને કપડા તથા વાળ પણ ધૂળવાળા થઇ ગયા હતાં. મેં તેને શું થયું તેમ પુછતાં તેણે કહ્યું હતું કે-હું ઘર પાસે રમતી હતી ત્યારે આશામાસીનો ઘરવાળો મારી પાસે આવ્યો હતો અને હાથજ પકડીને મને પંચાયત ઓફિસની બાજુના મેદાનમાં લઇ ગયો હતો. એ પછી તેણે મને કહેલું કે-તું અહિ સુઇ જા અને હું કહું તેમ કર તેમ કહી મને સુવડાવી દીધી હતી અને મારી ચોરણી તથા તેનુ પેન્ટ ઉતારી નાંખેલ. એ પછી ખરાબ કરતાં મને દુઃખવા માંડતા રાડ નીકળી જતાં તેણે મારા મોઢાને તેના હાથથી દાબી દીધું હતું અને રાડો પાડમાં તેમ કહેતો હતો. એ પછી તે ખરાબ કરતો હતો અને સફેદ કલરનું કંઇક તેના પેશાબ કરવાનું હોય તેમાંથી નીકળ્યું હતું. પછી મને ચોરણી પહેરાવી દીધી હતી અને એ પછી તેણે મને ઘરે જતાં રહેવાનું કહ્યું હતું. આ વાત અમે સાંભળતા જ મારા પતિ અને દિકરાને વાત કરી હતી પછી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.

પોલીસે હવસખોરીની આ વાત સાંભળી તુરત જ ગુનો નોંધ્યો હતો. આરોપી હવસખોર ઢગા કિશોર કેશવભાઇ તાવડે (ઉ.વ.૨૫)ને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. તે બે સંતાનનો પિતા છે અને ટ્રક હંકારી ગુજરાન ચલાવે છે. પીઆઇ એ. એસ. ચાવડા, ગિરીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ મિંયાત્રાએ ગુનો નોંધી વધુ તપાસ માટે તેને મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે. બાળાની મેડિકલ તપાસ કરાવી જરૂરી સારવાર અપાવાઇ હતી. તા. ૧: મુંજકામાં ભાડેથી રહેતાં પરણેલા ઢગા મરાઠી શખ્સે ૮ાા વર્ષની એક બાળાને હવસનો શિકાર બનાવતાં તેના પર ફિટકાર વરસી રહ્યો છે. રાત્રીના નવેક વાગ્યે તે બાળાનો હાથ પકડી નજીકના પટમાં લઇ ગયો હતો અને ત્યાં સુવડાવી 'હું કહું તેમ કરજે' કહી તેણીની ચોરણી ઉતારી મોઢે મુંગો દઇ બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઇ છે. રમવા ગયેલી બાળા લાંબો સમય સુધી ઘરે ન આવતાં તેણીના દાદી શોધવા નીકળ્યા હતાં. એ પછી બાળા ધૂળ ધૂળ થઇ ગયેલી હાલતમાં દોડી આવી હતી અને પોતાની સાથે જે કઇ બન્યું તેની વિતક વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતાં. વાસનાભુખ્યા શખ્સને પોલીસે રાતોરાત દબોચી લઇ તેની હવસખોરી ઉતારી નાંખી છે. 

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર ૮ાા વર્ષની બાળાના દાદીમાની ફરિયાદ પરથી મુંજકા ગામમાં જેસીંગભાઇ આહિરના મકાનમાં ભાડેથી રહેતાં કિશોર કેશવભાઇ તાવડે નામના મરાઠી શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૭૬ (બી) અને પોકસોની કલમ હેઠળ બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધ્યો છે.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારે સંતાનમાં બે દિકરા છે. મોટાના લગ્ન થઇ ગયા છે. તે પરિવાર સાથે બહારગામ રહે છે. નાનો દિકરો મારી સાથે રહે છે. તેના પણ લગ્ન થઇ ગયા છે અને તેને બે સંતાનમાં છે. જેમાં એક દિકરી ૮ાા વર્ષની છે. મારા પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. કિશોર કેશવભાઇ તાવડે (મરાઠી) પરણેલો છે અને તેની પત્નિનું નામ આશા છે તે મુંજકામાં ભાડેથી રહે છે.

બુુધવારે ૩૧મીની રાતે નવેક વાગ્યે હું ઘરે હતી ત્યારે મારા પતિ સુઇ ગયા હતાં. દિકરો તેના કામે ગયો હતો. પુત્રવધૂ ઘરમાં કામ કરતી હતી. આ વખતે મારી ૮ાા વર્ષની પોૈત્રી બહાર રમતી હતી. થોડો સમય થયા બાદ પણ તે ઘરમાં પાછી ન આવતાં હું તપાસ કરવા જતાં જોવા ન મળતાં મેં તેના નામની બૂમો પાડી હતી. પરંતુ તે આવી નહોતી. એ પછી એક ભાઇને પુછતાં તેણે કહેલું કે થોડીવાર પહેલા તો અહિ રમતી હતી. પરંતુ પછી કયાં ગઇ એ ખબર નથી.

ખુબ શોધવા છતાં મારી પોૈત્રી મળી નહોતી. રાતે સાડા નવેક વાગ્યે તે ઓચીંતી દોડતી મારી પાસે આવી હતી. મેં તેને જોતાં તે આખી ધૂળ ધૂળ ભરેલી હતી અને કપડા તથા વાળ પણ ધૂળવાળા થઇ ગયા હતાં. મેં તેને શું થયું તેમ પુછતાં તેણે કહ્યું હતું કે-હું ઘર પાસે રમતી હતી ત્યારે આશામાસીનો ઘરવાળો મારી પાસે આવ્યો હતો અને હાથજ પકડીને મને પંચાયત ઓફિસની બાજુના મેદાનમાં લઇ ગયો હતો. એ પછી તેણે મને કહેલું કે-તું અહિ સુઇ જા અને હું કહું તેમ કર તેમ કહી મને સુવડાવી દીધી હતી અને મારી ચોરણી તથા તેનુ પેન્ટ ઉતારી નાંખેલ. એ પછી ખરાબ કરતાં મને દુઃખવા માંડતા રાડ નીકળી જતાં તેણે મારા મોઢાને તેના હાથથી દાબી દીધું હતું અને રાડો પાડમાં તેમ કહેતો હતો. એ પછી તે ખરાબ કરતો હતો અને સફેદ કલરનું કંઇક તેના પેશાબ કરવાનું હોય તેમાંથી નીકળ્યું હતું. પછી મને ચોરણી પહેરાવી દીધી હતી અને એ પછી તેણે મને ઘરે જતાં રહેવાનું કહ્યું હતું. આ વાત અમે સાંભળતા જ મારા પતિ અને દિકરાને વાત કરી હતી પછી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.

પોલીસે હવસખોરીની આ વાત સાંભળી તુરત જ ગુનો નોંધ્યો હતો. આરોપી હવસખોર ઢગા કિશોર કેશવભાઇ તાવડે (ઉ.વ.૨૫)ને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. તે બે સંતાનનો પિતા છે અને ટ્રક હંકારી ગુજરાન ચલાવે છે. પીઆઇ એ. એસ. ચાવડા, ગિરીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ મિંયાત્રાએ ગુનો નોંધી વધુ તપાસ માટે તેને મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે. બાળાની મેડિકલ તપાસ કરાવી જરૂરી સારવાર અપાવાઇ હતી.

(3:01 pm IST)