Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

માતાની નજર સામેજ ૧૬ વર્ષની દીકરીને ગોંડલનો હિતેષ જાંબુકીયા ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

માતાની એડીવીઝન પોલીસમાં ફરિયાદ અગાઉ પર હિતેષ સગીરાને ભગાડી ગયો'તો

રાજકોટ તા. ૧ : રામનાથપરા સ્મશાન પાસે માતાની નજર સામે જ ૧૬ વર્ષની સગીરાને માસીજીના દીકરાનો દીકરો ભગાડી જતા એડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ થોરાળા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા પરમ દિવસે તેની માતાને બાધા હોવાથી માતા સાથે ઘરેથી ચાલીને રામનાથપરા સ્મશાને ગયા હતા અને ત્યાં પગે લાગીને બહાર નીકળી બંને ચાલીને જતા હતા દરમ્યાન માતા થોડે આગળ નીકળી ગયા હતા. અને સગીરા પાછળ આવતી હતી દરમ્યાન માતાએ પાછળ વળીને જોતા રીક્ષા વચ્ચે આવી હતી.

બાદ રીક્ષા ત્યાંથી પસાર થતા સગીરા જોવામાં આવી ન હતી. અને પાછળ જોતા પોતાની દીકરીને માસીજીના દિકરા ભરતભાઇનો દીકરો હિતેષભાઇ જાંબુકીયા (રહ.ે વાડીમાં ગોંડલ વાસડા રોડ) પોતાના બાઇક પાછળ સગીરાને બેસાડી જતો જોવામાં આવતા માતાએ બુમાબુમ કરતા હિતેષ સગીરાને લઇને ભાગી ગયો હતો બાદ પોતે ત્યાં કોઇ કેબીન વાળાભાઇના મોબાઇલમાંથી પતિને જાણ કરી હતી. ત્યારબાદ સગીરાની સગાસંબંધીને ત્યાં તપાસ કરતા તેનોકોઇ પત્તો ન લાગતા સગીરાની માતાએ એડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગોંડલના હિતેષ જાંબુકીયા વિરૂદ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલક રી પી.આઇ. સી.જી. જોષી તથા રાઇટર શૈલેષભાઇએ તપાસ હાથ ધરી છે.

હિતેષ જાંબુકીયા અગાઉ પણ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો ત્યારે પણ તેના વિરૂદ્ધ થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી.

(3:02 pm IST)