Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

એંસી ફૂટ રોડ પર એસ.ટી.ના નિવૃત કર્મચારી ભીમભાઇ ગોહેલનું ડમ્પરની ઠોકરે મોત

વૃધ્ધ હાલમાં સીટી બસ ચલાવતા'તા : એકટીવા લઇને ઘરે જતી વખતે બનાવ

રાજકોટ,તા. ૧: એંસી ફૂટ રોડ પર રિલાયન્સ પેટ્રોલપંથક પાસે આરએમસીના ડમ્પરે એકટીવાને હડફેટે લેતા એસ.ટી.ના નિવૃત કર્મચારીનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.મળતી વિગત મુજબ આજીડેમ પાસે માનસરોવર પાર્કમાં રહેતા એસ.ટી.ના નિવૃત કર્મચારી ભીમભાઇ ભાણાભાઇ ગોહેલ (ઉવ.૭૫) હાલમાં સિટી બસમાં કોન્ટ્રાકટ બેઇઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય, તેથી તે રાત્રે નોકરી પુરી કરી પોતાનું જીજે ૩ એલએચ૭૩૭ નંબરનું એકટીવા લઇને ઘરે જતા હતા. ત્યારે ૮૦ ફૂટ રોડ પર મોહનભાઇ સરવૈયા હોલ નજીક પહોંચતા આગળ જતા બાઇક ચાલકને  બચાવવા જતા આરએમસીના ડમ્પરના ચાલકે ડમ્પર તારવતા ડાબી તરફ એકટીવા પર જઇ રહેતલા ભીમાભાઇને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એકટીવા પરથી પડી ગયા બાદ તેનુ માથુ ડમ્પરના વ્હીલ નીચે છુંદાઇ જતા વૃધ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. આ બનાવના પગલે રોડ પર ટ્રાફીક જામ સર્જાઇ ગયો હતો. જાણ થતા થોરાળા પોલીસના પી.એસ.આઇ વડાવીયા તથા રાઇટર કે.કે.પરમરે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(3:03 pm IST)