Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

મ.ન.પા.ના બજેટમાં નવી ભૂગર્ભ ગટર - પમ્પીંગ સ્ટેશનો માટે જોગવાઇ : ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેન ખીમાણિયા

રાજકોટ તા. ૧ : મહાનગરપાલિકાના વર્ષૅં૨૦૨૧-૨૨ના બજેટમાં શહેરની સ્માર્ટ સિટી તરફની આગે કૂચમાં શહેરના છેવાડાના વિસ્તારો પણ સાથે જ રહે એ બાબતની વિશેષ કાળજી રાખવામાં આવેલ છે. લઘુતમ સાધનોનો મહત્ત્।મ ઉપયોગ કરીને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચે તે માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પોતાની સંકલ્પબધ્ધતા વ્યકત કરી છે. તેમ ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેન ખીમાણિયાએ બજેટને આવકારતા જણાવ્યું હતું.                

રાજકોટ મહાનગરપાલિકાની તા.૨૨/૦૩/૨૦૨૧ના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમા રૂ.૨૨૯૧.૨૪ કરોડનું બજેટ મંજુર કરેલ છે. પીવાના પાણીની સુવિધાની સાથોસાથ વપરાશી પાણીના નિકાલ માટે વર્તમાન ઓપન ગટર અને પાઈપ ગટરની વ્યવસ્થાને સ્થાને નવા ભળેલા વિસ્તારોમાં પણ ક્રમશઃ ડ્રેનેજ પાઈપલાઈન નાખવામાં આવશે. તેમ શ્રી ખિમાણિયાએ જણાવેલ.તેઓએ વધુમાં જણાવેલ કે, શહેરના જુના વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક સુધારણા/અપગ્રેડેશન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અંતર્ગત શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમા જરૂરિયાત મુજબ ડ્રેનેજ લાઈનો બદલાવી, નવી લાઈનો નાખવી તથા જરૂરિયાત મુજબ નવા પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવનાર છે. આ માટે રૂ.૩૦૦ લાખની બજેટ જોગવાઈ મંજુર કરવામાં આવેલ છે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઠારીયા, વાવડી, માધાપર સહિત શહેરના અન્ય વિસ્તારોમાં વિવિધ સિવિલ વર્ક, ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ, ડી.આઈ.પાઈપલાઈન , 'રૂડા'એ બનાવેલા પમ્પીંગ સ્ટેશનનું અપગ્રેડેશન વગેરે કામો માટે અંદાજે રૂ.૩૨.૧૨ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટની ભેટ રાજકોટવાસીઓને આપવા આપવા બદલ ડ્રેનેજ સમિતિના ચેરમેન હિરેનભાઈ ખીમાણીયાએ મેયર ડો.પ્રદીપભાઈ ડવ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો અભિનંદન સાથે આભાર માનેલ છે.

(3:05 pm IST)