Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ભૂદેવ સેવા સમિતિ દ્વારા કાલે સ્વ.અભયભાઇ ભારદ્વાજના જન્મદિને મેગા રસીકરણ કેમ્પ

બ્રહ્મપૂરીવાડીમાં આયોજનઃ તમામ જ્ઞાતિના લોકો લાભ લઇ શકશે

રાજકોટ તા. ૧ : કોરોના સામે રક્ષણ મેળવવા માટે સમગ્ર રાજયમાં વેકસીનેશન ઝૂંબેશ ચાલી રહી છે. ત્યારે 'ભૂદેવ સેવા સમિતિ' દ્વારા સમસ્ત બ્રહ્માસમાજ તેમજ સર્વજ્ઞાતિના લોકો જોડાઇ અને વેકસીન મુકાવે તેવા હેતુથી મહાનગરપાલિકાના સહયોગથી સાંસદ સ્વ. અયભભાઇ ભારદ્વાજ જન્મદિન પર મેગા રસીકરણનો કેમ્પ આવતીકાલે શુક્રવારે તા.ર ના સવારે ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી બ્રહ્મપૂરી વાડી, જુની ખડપીઠ, દિવાનપરા, કોટક શેરી નં.૪ ખાતે વેકસીન મુકાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્થળે ૪પ વર્ષથી ઉપરની કોઇપણ વ્યકિત આધાર કાર્ડ સાથે લાવીને વેકસીન મુકાવી શકે છે. આ માટે મયુરભાઇ વોરા-૯૪ર૭ર ૭૧૪૩૯, જયભાઇ ત્રિવેદી-૯૮રપ૬ ૯૬૦૦૩, મોહિતભાઇ વ્યાસ-૯૭૧૪ર ૦૩૪૦૪, નિરજ ભટ્ટ-૮૮૬૬૯ ૯૦પ૧૮, વિશાલ ઉપાધ્યાય-૮પ૧૧૮ ૪પપ૭પ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું જરૂર છે. સ્થળ પર સ્પોટ રજીસ્ટ્રેશન પણ થઇ શકશે સાથે ઓરીજીનલ આધાર કાર્ડ સાથે રાખવું.

આ વેકસીનેશન કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાના ઉદિત અગ્રવાલ-કમિશ્નર, પુષ્કરભાઇ પટેલ, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી, પ્રદિપભાઇ ડવ, મેયર ડો. દર્શિતાબેન શાહ, ડે.મેયર ડો. રાજેશ્વરીબેન ડોડીયા, ચેરમેન, આરોગ્ય સમિતિ, સુરેન્દ્રસિંહ વાળા, દંડક, શાસક પક્ષ, વિનુભાઇ ઘવા-નેતા, શાકસ પક્ષ ઉપસ્થિત રહેશે.

આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે દિલીપભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ 'ભૂદેવ સેવા સમિતિ'ના સભ્યો સર્વે મયુરભાઇ વોરા, શાસ્ત્રી જયભાઇ ત્રિવેદી, મોહિતભાઇ વ્યાસ, નિરજ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, જે.ડી. ઉપાધ્યાય, શાસ્ત્રી ગોપાલભાઇ જાની, અર્જુનભાઇ શુકલ, ભરતભાઇ દવે, જયભાઇ પુરોહીત, માનવભાઇ વ્યાસ, યશ વ્યાસ, રાજભાઇ દવે, યજ્ઞેશભાઇ ભટ્ટ, મીત ભટ્ટ, વિરલભાઇ જોષી, વિમલભાઇ અધ્યારૂ, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, રૂચિકભાઇ ઉપાધ્યાય, વિશાલભાઇ ઠાકર, દર્શનભાઇ પંડયા, ચિરાગભાઇ ઠાકર, ચેતનભાઇ જોષી, કૃણાલભાઇ શીલુ, મનનભાઇ ત્રિવેદી, મેહુલભાઇ ભટ્ટ, મિતેશભાઇ જોષી, પિયુષભાઇ ઉપાધ્યાય, પ્રશાંતભાઇ વ્યાસ, પ્રેરકભાઇ રાવલ, રાજનભાઇ ત્રિવેદી, સિદ્ધાર્થભાઇ દેસાઇ, વિરાજભાઇ જોષી, પ્રશાંતભાઇ ઓઝા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:09 pm IST)