Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ઉદયનગરમાંથી બે કારમાંથી કબ્જે કરેલ દારૂના ગુનામાં સામેલ જયપાલસિંહની ધરપકડ

ક્રાઇમ બ્રાંચે અગાઉ યજ્ઞેશ્વર ઉર્ફે ગણીયાને ઝડપી લીધો હતો

રાજકોટ તા. ૧: મવડી-ઉદયનગર વિસ્તારમાંથી એક મહિના પહેલા કારમાંથી કબજે કરેલા વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા શખ્સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના મવડી ઉદયનગર-૧ માંથી એક મહિના પહેલા ક્રાઇમ બ્રાંચની ટીમે બોલેરો અને ફીયેસ્ટા કારમાંથી રૂ. ૧.ર૯ લાખની દારૂની ૩ર૦ બોટલ કબ્જે કરી હતી આ પ્રકરણમાં તા. ૧ર/૩ના રોજ યજ્ઞેશ્વર ઉર્ફે ગણીયો હરેશભાઇ બાઇન (ઉ.વ.ર૦) (રહે. જેતપુર) ની ધરપકડ કરી હતી. બાદ જયપાલસિંહ ઝાલાનું નામ ખુલ્યું હતું. દરમ્યાન ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ તથા પ્રતાપસિંહ મોયાને બાતમી મળતા પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. પી. બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ, અંશુમાનભા ગઢવી, ક્રીપાલસિંહ, જીજ્ઞેશભાઇ, પ્રતાપસિંહ, દેવાભાઇ સહિતે દારૂના ગુનામાં નાસતા ફરતા જયપાલસિંહ મહિપતસિંહ ઝાલા (ઉ.વ. ૩૦) (રહે. મવડી મેઇન રોડ મારૂતીનંદન નગર શેરી નં. ૬) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. તે અગાઉ ક્રાઇમ બ્રાંચ, માલવીયા અનેઢ ભકિતનગર પોલીસ મથકમાં દારૂના સાત અને માલવીયાનગરની મારામારીના ગુનામાં પકડાયો હતો.

(4:01 pm IST)