Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ર એપ્રિલ ગુડફ્રાઇડે

ઉપવાસ અને પ્રાર્થના એટલે ''ગુડફાઇડે''

આપણે સૌ જાણીએ છીએ કે ર એપ્રિલે ગુડફ્રાઇડે છે. જે શુભદિવસ કહેવાય છે. કેમકે આજ દિવસ ઇશ્વરે પોતાના માટે મુકરર કરેલ છે. જેને ગુડફ્રાઇડે અથવા લક્કી-ડે કહેવાય છે. આ દિવસે ઇસુ ખ્રિસ્તનું મૃત્યુ થયું હતુ઼. તેમને કેટલાય દુઃખો, જુલ્મી, અત્યાચાર સહન કર્યા આપણે સૌ જાણીએ છીએ તેમ ઇસુ નિર્દોષ હતા તેમ છતાં તેમણે આપણને બચાવવા પોતાના જીવનનું બલિદાન ક્રૂસ ઉપર દઇ દીધું આપણા પાપ-ગુનાઓને ક્ષમા કરવા, સચ્ચાઇના રસ્તે ચલાવવા એ એક મસિહા સ્વરૂપે આપણી મધ્યે આવ્યા. તેમણે પોતાનું અમૂલ્ય રકત આપણા સૌ માટે વહેવડાવ્યું.

એમ કહેવાય છે કે પોતાના જ પોતાના દુશ્મન હોય છે તેવી જ રીતે ઇસુના શિષ્યોમાં એક યહૂદા નામનો શિષ્ય હતો. તેણે માત્ર થોડા જ ચાંદીના સિક્કાની લાલચમાં પોતાનાં જ ગુરૂ ઇસુને પકડાવી દીધા. નિર્દોષ ઇસુને શૂલી પર ચડાવ્યા. કાંટાનો મુગટ પહેરાવ્યો. છાતીમાં ભાલો માર્યો, ખીલ્લા લગાડ્યા. હાથમાં અને પગમાં તેમ છતાં ઇસુએ તેમને ખરાબ ન કહ્યાં પરંતુ પોતાના પ્રાણની બલિદાન દઇ દીધું આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી પર જેણે પણ જન્મ લીધો છે તેણે કયારેક ને કયારેક જુઠુ બોલ્યા છે, પાપ ગુના કર્યા છે પરંતુ ઇસુએના જુઠુ બોલ્યા, ના પાપ ગુના કર્યા તેમ છતાં તેમને આટલી મોટી સજા મળી. કેમકે એ સત્ય છે કે બાઇબલમાં લખેલું પૂર્ણ થયું એ એમ કે તુ અમારા માટે આવ્યો અને અમારા માટે પ્રાણોનો ત્યાગ કર્યો અમારા ગુનાઓને માફ કર્યા. અમને દરેક પ્રકારનાી બુરાઇથી બચાવ્યા.

હવે શું આપણે ગુડફ્રાઇડેનો સાચો અર્થ સમજીએ છીએ ?

એ તો સત્ય છે કે કોઇપણ પરિવારમાં મૃત્યુ થાય ત્યારે શોક-વિલાપ અને દુઃખ મનાવીએ છીએ અને ભોજન પણ નથી લેતા તો આ તો ખુબ જ મોટી વાત છે કે ઇસુ એ સમયે માનવ જાતિ માટે માનવરૂપમાં ધરતી પર આવ્યા અને બેગુનાહ હોવા છતાં સલીબ પર પોતાનાં જીવનનું બલિદાન આપ્યું, આજના દિવસે દરેક ખ્રિસ્તી પરીવારમાં નાના-મોટા, બાળકો, વૃધ્ધો ઇસુ માટે ઉપવાસ કરે છે. પ્રાર્થના કરે છે. દુઃખ મનાવે છે અને એ મહેસુસ કરવાનો પ્રયાસ કરે છે. કે આજના દિવસે ઇસુએ કેટલી દુઃખદ વેદના સહન કરી. જેના કારણે અમે ઉપવાસ રાખીએ છીએ ફકત એક જ દિવસ માટે પરંતુ ઇસુએ તો ૪૦ દિવસ ઉપવાસ સહિત પ્રાર્થના કરી અને કહ્યું કે હે પિતા ! જો તારી ઇચ્છા હોય તો આ પલઃ ટળી જાય પરંતુ બાઇકલમાં લખેલું પુરૂ થયું કે તેમણે પાપી-ગુનેગારો માટે પોતાનો જીવન શૂલી પર અર્પી દીધો.

જયારે આપણે ઉપવાસ કરીએ છીએ તો સાચા અર્થમાં ઇસુને યાદ કરીને તેમનાં દુઃખોને યાદ કરીએ, પ્રાર્થના કરીએ છીએ. ઉપવાસમાં અમે પ્રાર્થના કરી અને ઇસુને યાદ કર્યા પરંતુ શું આપણે એવું કોઇ કામ કર્યુ કે કોઇને અમારી તરફથી સહાયતા મળી ? આજના દિવસે કોઇ ગરીબ અપંગ-લાચાર કે દુઃખોમાં આપણે ભાગીદાર બન્યા? ઇશ્વરને આપણા ઉપર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર અર્પી દીધો અને જે કોઇ તેમના પર વિશ્વાસ રાખે તેનો નાશ ન થાય પરંતુ અનંતજીવન પાસે ગુડફ્રાઇડે પવિત્રતા અને બલિદાનનો સ્ત્રોત છે. આપણે આપણા પડોશી, સગા-સંબંધી, દુશ્મનો માટે પ્રાર્થના કરવી જોઇએ. પરિવારનાં દરેક સદસ્યો એ મળીને પ્રાર્થના કરવી જોઇએ. વેરભાવ ત્યજીને સારી ભાવના આપણા હૃદયમાં જગાવી જોઇએ કેમ કે આ ૪ ઉપવાસનો સાચો મર્મ છે. પ્રાર્થનામાં બળ છે.

પ્રાર્થના મનુષ્યની આશા છે

પ્રાર્થનાથી પ્રેરણા મળે છે

પ્રાર્થના દ્વારા ઇશ્વરથી સીધી વાત કરી શકીએ છીએ.

પ્રાર્થના જીવવાનો એક સહારો છે.

પ્રાર્થના થી આપણને શાંતિ મળે છે.

ઉપવાસમાં માત્ર અને માત્ર પ્રાર્થનામાં લીન રહીએ પ્રેમથી આ દિવસને આપણા પરિવાર સાથે, સગાં-સંબંધીની સાથે આ પવિત્ર પર્વની ઉજવણી કરીએ.

ઇશ્વરનાં આ બલિદાનથી એ પ્રેરણા મળે છે કે, આપણે પણ એકબીજાની સાથે પરસ્પર દુઃખમાં ભાગીદાર બનીએ.

ગુડફ્રાઇડેના મર્મનું પાલન કરીએ.

-મિસિસ આઇલીન રોબિન્સન

મો. ૬૩પપ૦ ૮૪૬૯૮

રાજકોટ

(4:01 pm IST)