Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

૬ અને ૧૩ જુને ઓખા-નાહરલાગુન સમર સ્‍પેશિયલ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

રાજકોટ, ૩૧ : ૬ અને ૧૩ જૂને ઓખા-નાહરલાગુન સમર સ્‍પેશિયલ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

ઉત્તર પૂર્વ રેલવેના ઔંડિયાર-ભટની સેક્‍શન પર પેચ ડબલિંગ કામ અને ઔંડિયાર સ્‍ટેશન યાર્ડ રિમોડેલિંગ માટે નોન-ઇન્‍ટરલોકિંગ કામને કારણે ઓખા-નાહરલાગુન સમર સ્‍પેશિયલ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝન ના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્‍યા અનુસાર ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો

તારીખ ૦૬.૦૬.૨૦૨૩ અને ૧૩.૦૬.૨૦૨૩ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન નંબર ૦૯૫૨૫ ઓખા-નાહરલાગુન સમર સ્‍પેશિયલ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ  વાયા વારાણસી-પં. દીન દયાલ ઉપાધ્‍યાય જં.-પાટલીપુત્ર-સોનપુર થઈને જશે. જે સ્‍ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ગાઝીપુર સિટી, બલિયા અને છપરાનો સમાવેશ થાય છે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્‍ત ફેરફારો ને ધ્‍યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્‍સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

(5:34 pm IST)