Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

અપહરણ-દુષ્‍કર્મ-પોકસોના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ,તા. ૧ : અત્રેની સગીરાનું અપહરણ કરીને દુષ્‍કર્મ આચરતા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજીને સેશન્‍સ કોર્ટે રદ કરી હતી.

થોરાળા વિસ્‍તારમાં રહેતી ૧૫ વર્ષ અને ૧૦ માસની સગીરાને સુરેન્‍દ્રનગર પંથકનો આરોપી જયદીપ ઉર્ફે કાળુ ઉર્ફે જયલો અશ્વિનભાઈ જાદવ નામનો શખ્‍સ  લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી ચોટીલા પંથકમાં લઈ જઈ દુષ્‍કર્મ આચર્યાની થોરાળા પોલીસ મથકમાં અપહરણ, દુષ્‍કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકફ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપીએ જામીન મુક્‍ત થવા કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆતો બાદ સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ બિનલબેન એ. રવેશીયા રોકાયા હતા.

(4:57 pm IST)