Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

ખેતીની જમીન ખાલી કરવા ખુનની ધમકી આપવા અંગે આરોપીઓને શંકાનો લાભ

રાજકોટ,તા. ૧ : ખેરડી ગામની સીમમાં ગઢકા રોડ ઉપર આવેલ જમીન ખાલી કરી નાખ તેમ કરી ફરીયાદીને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબના ગુન્‍હામાં આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો રાજકોટની અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની ટુંકી હકીકત એવી છે કે આ કામના ફરીયાદી વનરાજભાઇ નાગદાનભાઇ ચાવડા રહે. કોઠારીયા રોડ રાજકોટ વાળાએ કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં આરોપી (૧) મોતીભાઇ નરશીભાઇ જમોડ, (૨) પ્રવિણભાઇ બાબુભાઇ જમોડ, (૩) સંજયભાઇ નાથાભાઇ જમોડ (૪) મનસુખભાઇ દેવશીભાઇ જમોડ બધા રહે. મુ. ખેરડીવાળા ઉપર ફરીયાદીને માર મારી ધમકી આપવા સબબ પોલીસ ફરીયાદ આપેલ છે.

ત્‍યારબાદ ચાર્જશીટ થતા અદાલતમાં કેસ ચાલુ થતા આ કામના આરોપી વતી રોકાયેલ વકીલ રણજીત બી.મકવાણા દ્વારા કરવામાં આવેલી ફરિયાદી અને સાહેદોની ઉલટ તપાસમાં ઘણો જ વિરોધાભાસ જોવા મળેલ હોય અને દલીલ સમયમાં તમામ સત્‍ય હકિકત રેકર્ડ લાવેલ અને આરોપીના વકિલ દ્વારા રજુ કરવામાં આવેલ વડી અદાલતો નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ધ્‍યાને લઇ તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ નામદાર અદાલતે ફરમાવેલ હતો.

આ કામમાં આરોપીઓ વતી યુવા એડવોકેટ રણજીત બી.મકવાણા, જીજ્ઞેશ એમ.સભાડ, નરેન્‍દ્ર બાવડીયા રોકાયેલ હતા.

(4:57 pm IST)