Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

મોઢ વણીક કલ્‍યાણ જોષી પરિવારનું ગૌરવ વધારતો વ્‍યોમઃ ૯૯.૮૯ પીઆર

રાજકોટ :  એનીમલ હેલ્‍પલાઇન, સદભાવના વૃધ્‍ધાશ્રમ સહીતની સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અને કોર્પોરેટર  સેકટરનાં વરિષ્‍ઠ અધિકારી મોઢવણીક સમાજના મનોજભાઇ કલ્‍યાણી (એચડી, એફસી, લાઇફ) તથા શ્રીમતી ડો.ધરતીબેન ગજેન્‍દ્રભાઇ જોષી (એસોસીએટ પ્રોફેસર, કોટક સાયન્‍સ કોલેજ) ના પુત્ર વ્‍યોમ મનોજભાઇ કલ્‍યાણીએ તાજેતરમાં લેવાયેલ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ઇંગ્‍લીશ વિષયમાં બોર્ડ પ્રથમ અને સમગ્ર પણે ૯૯.૮૯  પીઆર સહીત બોર્ડમાં ૧૧ મો નંબર પ્રાપ્ત કરી કલ્‍યાણી પરિવાર અને મોસાળે જોષી પરીવારનું ગૌરવ વધારેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે કલ્‍યાણી પરીવાર તથા જોષી પરીવારમાં આવતા ધાર્મિક, સામાજીક પ્રસંગોમાં કલ્‍યાણી તથા જોષી પરીવાર દ્વારા અવાર નવાર રકતદાન કેમ્‍પ, ચકલીને પાણી પીવાના કુંડા-માળનું નિઃશુલ્‍ક વિતરણ, દર્દીનારાયણ-દરીદ્રનારાયણ સેવા વિગેરે જાહેર જીવનનું કાર્ય મનોજભાઇ (મો.૯૯૯૮૨ ૦૭૦૭૦) એક અદના સ્‍વયંસેવક તરીકે કાર્ય કરતા રહે છે.

(5:34 pm IST)