Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ઘરકંકાસ તથા ધંધો ચાલતો ન હોઇ તે માટે વિધી કરવાના બહાને છેતરપીંડી કરતા બહરૂપી તરઘડીના અરવિંદનાથ પરમારને પકડી લેતી ગાંધીગ્રામ-૨ (યુનીવર્સીટી) પોલીસ સ્ટેશનની ટીમ: ૪ ગુના કબુલ્યા

રાજકોટ : બહુરૂપીનો વેશ ધારણ કરી ખાસ કરીને મહિલા એકલા હોય એ ઘરમાં ઘુસી જઇ તમારા ઘરમાંથી ક્લેશ દૂર થઈ જશે, તમારા ઘરનાને ધંધો ચાલવા માંડશે...તેવી વાતોમાં ફસાવી વિધિ કરવાના બહાને દાગીના લઈ ભાગી જઇ ત્રણ વર્ષમાં આવા ચાર ગુના આચરનાર શખ્સને યુનિવર્સિટી પોલીસની ટીમે પકડ્યો છે.

શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી મનોહરસિંહ જાડેજા (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દિયોરાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કતસંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપી હોઈ જેથી  પોલીસ ઈન્સ્પેકટર એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ ડી સ્ટાફના પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા તથા ડી સ્ટાકના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. રાવતભાઇ ડાંગર, જેન્તીગીરી ગૌસ્વામી, સહદેવસિંહ જાડેજાને ખાનગી રાહે મળેલ હકિકત કે, સાધુવાસવાણી રોડ ગુરૂજીનગર કવાર્ટર સામે આવેલ શાકમાર્કેટ ખાતે શકમંદ ઇસમ (બહુરૂપી) આંટાફેરા કરે છે. જેથી સાધુવાસવાણી રોડ ગુરૂજીનગર શાકમાર્કેટ પહોંચતા હકિકત વાળો ઇસમ કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાની ઇરાદે જોવામાં આવતા મજકુર ઇસમને હાજરી બાબતે પુછતા કોઇ સંતોષકારક જવબ આપતા ન હોય જેથી મજકુર વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ બાદ મજકુર બહુરૂપી ની પુછપરછ કરતા આ પુછપરછ દરમ્યાન ભાંગી પડતા નીચે મુજબના ગુન્હાઓ કરેલાની કબુલાત આપી છે.

આરોપીનું નામ અરવિંદનાથ જીવનનાથ પરમાર- નાથબાવા ઉ.વ.૩૫ ધંધો ડ્રાઇવીંગ રહે, તરધડી નાલાનગર બાપાસીતારામ મઢુલી પાસે તા.પડધરી જી.રાજકોટ છે.

વિગત (૧) આજથી ત્રણેક વર્ષ પહેલા બહુરૂપીનો વેશ ધારણ કરી સાધુવાસવાણી રોડ ક્રિષ્નાપાર્ક ઓમ મકાન ખાતેથી એક બહેનને વિધી કરવાના બહાને બે સોનાની બંગડી આશરે ચાર તોલા તથા

(૨) સોનાની વીંટી આશરે બે તોલાની વિધી કરી આપી જવાનું કહી વિશ્વાસધાત છેતરપીંડી કરેલ. આજથી અઢીએક વર્ષ પહેલા બહુરૂપીનો વેશ ધારણ કરી સાધુવાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના સરકારી ક્વાર્ટર ખાતેથી એક બહેન તથા તેમના દિકરા દિકરીને વિધી કરવાના બહાને એક સોનાનો ચેઇન આશરે એક તોલાનો બહાર ચોકમાં વિધી કરી આપી જવાનું કહી વિશ્વાસધાત છેતરપીંડી કરેલ.

(3) આજથી એકાદ મહિના પહેલા બહુરૂપીનો વેશ ધારણ કરી યુની. રોડ પર મયુર ભજીયા ની સામે આવેલ શેરીમાંથી એક બહેન તથા તેમના પિતા તથા દિકરાને વિધી કરવાના બહાને રોકડા

(૪) રૂ.૧૫,૦૦૦/- લઇ બહાર રોડ પર વિધી કરી આપી જવાનું કહી વિશ્વાસધાત છેતરપીંડી કરેલ. આજથી એકાદ મહિના પહેલા બહુરૂપીનો વેશ ધારણ કરી માધાપર ચોકડી પાસે એક મારવાડી ભાઇને વિધી કરવાના બહાને રોકડા રૂ.૩,૦૦૦/- લઇ આગળ વિધી કરી પરત આવુ છું તેમ કહી ભાગી જઈ  વિશ્વાસધાત છેતરપીંડી કરી હતી.

વિગત: આ શખ્સ  બહુરૂપીનો વેશ ધારણ કરી મેઇન રોડ પર આવેલ સોસાયટીઓમાં માંગવા જતા હોય અને બહેનો પાસેથી રૂપીયા લેતી વખતે ઘરકંકાસ તથા ધંધામાં નુકશાની હોય તો વિધી કરતા હોવાની જાણ કરી ઘરમાં વિધી કરવા બેસી કંકુ, ચોખા તથા ગ્લાસમાં પાણી ભરાવી વિધી કરે બાદ ઘરના સભ્યોને ઘરમાં સારૂ રહે તે માટે સોનાના દાગીના તથા રોકડા રૂપીયા વિધીમાં મુકી વિધી કરાવાની વાત કરતા હોય બાદ સોનાના દાગીના તથા રોકડા રૂપીયાની વિધી કરી રૂમાલ રાખીને પોતાની પાસે રહેલ કાગળ જેમા અગાઉથીજ લીંબુના રસથી ડાગલો દારેલ હોય જે કાગળ કોરો હોવાનું અને કાંઇ નથી એમ કહી ઘરના સભ્યોને બતાવી વાળી દઇ વિધી કરેલ પાણીના ગ્લાસ માં બોળી કાગળ ખોલતા ડાગલો ઉપસી ગયેલ હોય જે બતાવી તમારા ઘરની વિધી પુરી થયેલ હોવાની કહી રૂમાલમાં રાખેલ સોનાના દાગીના તથા રૂપીયાની વિધી રોડ પર આગળના ચોકમાં કરી આવવાનું કહી ભાગી જાય છે

તેની પાસેથી આ મુદામાલ કબ્જે થયો: સોનાનો ઢાળીયો ૩૯ ગ્રામ ૬૯૦ મીલીગ્રામ કિ.રૂ..૮૦,૦૦૦/

સોનાનો ઢાળીયો ૧૯ ગ્રામ ૬૮૦ મીલીગ્રામ કિ.રૂ..૪૦,૦૦૦/ સોનાનો ઢાળીયો ૧૧ ગ્રામ ૨૭૦ મીલીગ્રામ કિ.રૂ..૨૫,૦૦૦

ગન્હાહિત ઇતિહાસ - (૧) અમદાવાદ અમરાઇવાડી પો.સ્ટે. ફ.ગુ.૨.નં. ૨૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ (૨) રાજકોટ ગ્રામ્ય ગોંડલ તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૧૨૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૨૭૯ મુજબ. (૩) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૩ ૨૧ ૦૧૮૩ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ મુજબ (૪) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૩ ૨૧ ૦૧૮૪ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ મુજબ.

આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, પો.હેડ.કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, યુવરાજસિંહ આર.ઝાલા તથા પો.કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, રાવતભાઇ ડાંગર, સહદેવસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહીલે કરી છે.

(6:06 pm IST)