Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

‘મારે તારી સાથે શરીર સંબંધ બાંધવો છે’ કહી જાકીરે મહિલાની છેડતી કરી છરી-પાઇપથી હુમલો કર્યો

શાસ્ત્રી મેદાન પાસે બનાવ : પતિ જાગી જતા તેને પણ પાઇપથી મારમાર્યો

રાજકોટ :  શાસ્ત્રીમેદાન પાસે રહેતી મહિલા તેના પતિ અને બાળકો સાથે રાત્રે સુતા હતા ત્યારે મોડી રાત્રે નિઝામનો ભાણે જ જાહીરે આવીને મહિલાઍ ઓઢેલી ચાદર ખેîચીને ‘મારે તારી સાથે શરીર સંબંધ બાંધવો છે’  તેમ કહી જાકીરે મહિલાનો હાથ પકડી ‘કોઇને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેમ કહેતા મહિલાઍ દેકારો મચાવતા પતિ ભરતભાઇ જાગી જતા જાકીરે છરી કાઢી મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો હતો અને પતિ ભરતભાઇને પણ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. આ બનાવ અંગે મહિલાઍ ઍ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોîધાવતા પી.ઍસ.આઇ. જે.ડી. વસાવાઍ તપાસ હાથ ધરી છે.

(8:09 pm IST)