Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

આ વર્ષે પણ ગાંધી વિચાર યાત્રા નિકળશે નહિ

કાલે ગાંધી જયંતિ : જયુબેલી ચોક ખાતે ગાંધી વંદના

પૂ.બાપુને વંદના કરાશેઃ સેન્ટગાર્ગી અને શમ્સ સ્કુલના બાળકો ગાંધીજીની વેશભુષામાં સંદેશ આપશેઃ સાદગીપૂર્ણ કાર્યક્રમ

રાજકોટઃ તા.૧, ફ્રિડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી પ્રતિવર્ષ બીજી ઓકટોબર ગાંધી જયંતિ દિવસે પૂજય બાપુના વિચારોના પ્રચાર, પ્રસાર અર્થે બે ડઝનથી વધારે ગાંધીજીનાં જીવન કવન આધારીત જીવંત ફલોટસ, અને ૧૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓ ક્ષિક્ષકો સાથે સમગ્ર દેશભરની સર્વપ્રથમ અને એકમાત્ર ગાંધી વિચાર યાત્રા જયુબેલી ચોક, ગાંધીજીની પ્રતિમા  પાસેથી પ્રારંભ થઇ શહેરના રાજમાર્ગો પર ફરી ગાંધી વિચારો રેલાવતા રાષ્ટ્રીય શાળા ખાતે પ્રાર્થનાસભા બાદ વિસર્જન કરવામાં આવતી હતી. પરંતુ દોઢ દાયકાથી ચાલ્યો આવતો આ ઉપક્રમ ગત વર્ષે પણ પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિ અને સરકારી ગાઇડ લાઇનને કારણે શકય ન હતો થયો. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ હજુ સંભવીત કોરોનાની ત્રીજી લહેરની પરિસ્થિતિને ધ્યાને લેતા ગાંધી વિચાર યાત્રા સમિતિ દ્વારા ચાલુુ વર્ષે પણ ગાંધી વિચાર યાત્રા મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

ચાલુ વર્ષે બીજી ઓકટોબર ગાંધી જયંતિના પાવન દિવસે પૂજય ગાંધીજીને પુષ્પાજંલી અર્પીત કરવા સેંટ ગાર્ગી સ્કુલ તથા શમ્સ શૈક્ષણિક સંકુલના મર્યાદીત સંખ્યામાં વિદ્યાર્થી ગાંધીજી અને અન્ય દેશભકતોની વેશભુષામાં સજજ થઇ ગાંધીજીનો સંદેશ આપતા પ્લેકાર્ર્ડ સાથે જયુબેલી ચોક ખાતે સવારે ૯ થી ૧૦ ગાંધીવંદના કાર્યક્રમ આપશે. સાથે જ રાજકોટના જાહેર જીવન તેમજ સમાજ જીવનના અગ્રણીઓ ગાંધીજનો તેમજ અન્ય શહેરીજનો જયુબેલી ચોક ખાતેના સ્ટેેજ પર પૂર્ણકદની ગાંધી પ્રતિમાને ષુષ્પાજંલી અર્પીત કરશે.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, તેમજ વિવિધ રાજકીય આગેવાનો તથા સર્વશ્રી મયુરભાઇ શાહ, કિરેનભાઇ છાપીયા, કેતનભાઇ પારેખ, સુનીલભાઇ વોરા, અશ્વિનભાઇ પટેલ, કિરીટભાઇ પટેલ, રોહીતભાઇ સિધ્ધપુરા, જગદીશભાઇ વડોદરીયા, અશ્વિનભાઇ વડોદરીયા, રમેશભાઇ ઠકકર, સંજયભાઇ મણીયાર, મુકેશભાઇ દોશી, ડી.વી મહેતા, ધર્મેશ વોરા, હેમલ મોદી, ઇલેશ પારેખ, આશીષભાઇ જોષી, સુનીલભાઇ કોઠારી, રમેશભાઇ ટીલારા, રાજુભાઇ ભંડેરી, પુરુષોતમભાઇ પીપરીયા, અપૂર્વભાઇ મણીયાર, યશભાઇ રાઠોડ, રાજુભાઇ જાની, મહેશભાઇ કોટક, યોગીનભાઇ છનીયારા સહિતના હાજર રહેશે.

આયોજન ફ્રિડમ યુવા ગ્રુપ રાજકોટ પ્રેરીત ગાંધી વિચાર યાત્રા સમીતીના પ્રણેતા અને માર્ગદર્શન ભાગ્યેશ વોરા સેન્ટ ગાર્ગી સ્કુલનાં સંચાલક રમાબેન હેરમા, શમ્સ શૈક્ષણિક સંકુલના સંચાલક એચ.એ. નકાણીના માર્ગદર્શન હેઠળ ચેરમેન મનોજ ડોડીયા, વા. ચેરમેન સંજય પારેખ, પ્રમુખ પ્રવિણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહીત, ચંદ્રેશ પરમાર, રાજન સુુરુ, નીમેશ કેસરીયા, રસીક મોરધરા, અલ્પેશ પલાણ, અલ્પેશ ગોહેલ, નીતીન જરીયા, જયપ્રકાશ ફલારા, ધવલ પડીઆ, સંજય ચૌહાણ, જય આહિર, અભિજીત આહિર, દિલજીત ચૌહાણ, વિશાલ અનડકટ, હર્ષદ ચોકસી, હિતેશ કોઠારી, અજીત ડોડીયા, જયદીપ કામલીયા, રીતેશ ચોકસી સહિતનાઓ સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.

(12:09 pm IST)