Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

બાકી મિલ્કત વેરામાં આજથી ૧૮% વ્યાજ શરૂ

મ.ન.પા.ને આજ સુધીમાં ૧૪૧.૩૬ વેરા આવક : કુલ ૨,૩૨,૧૨૭ કરદાતાઓએ વેરો ભરી દીધો

રાજકોટ તા. ૧ : મ.ન.પા. દ્વારા આજથી હવે બાકી મિલ્કત વેરા ઉપર ૧૮ ટકા વ્યાજ ચડવા મંડશે. જોકે એડવાન્સ મિલ્કત વેરો ભરનારાને ૧૦ થી ૧૫ ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઇ અનેક કરદાતાઓએ વ્યાજ લાગુ થાય તે પહેલા જ મિલ્કત વેરો ભરી દીધો છે. પરિણામે મ.ન.પા.ને વેરાની કુલ ૧૪૧.૩૬ કરોડ જેટલી આવક થઇ છે. હવે બાકીદારો પાસે કડક ઉઘરાણી શરૂ કરાશે.

મનપાની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને નાણાકીય વર્ષ ર૦ર૧-ર૨માં ર,૩૨,૧૨૭ કરદાતાઓએ અંદાજીત કુલ ૧૪૧,૩૬,૩૦,૩૩૫ કરોડનો મિલ્કત વેરો ૨૯ સપ્ટેમ્બર સુધીમાં તંત્રની તીજોરીમાં ઠાલવ્યો છે.

ઓનલાઇનથી ૬૩.૬૩ કરોડની આવક

મનપા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો વસુલવામાં આવે છે ત્યારે ચાલુે વર્ષે ૧,૨૫,૧૮૮ કરદાતાઓએ રૂ.૬૩,૬૩,૮૪,૬૨૭નો મિલ્કત વેરો ઓનલાઇન ભરપાઇ કરી વધારાનાં રૂ.૫૦ અને ૧ ટકાનાં વળતરનો લાભ લીધો હતો.

૩૪૦ કરોડનો લક્ષ્યાંક પુરો થશે?

મનપાની વેરા શાખાને મિલ્કત વેરાનો ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.૩૪૦ કરોડનો લક્ષ્યાંકની બજેટમાં જોગવાય કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધીમાં હજુ રૂ.૧૪૧.૩૬ કરોડની આવક થઇ છે ત્યારે આ વર્ષે મિલ્કત વેરાનો ટાર્ગેટ પેરો થશે કે કેમ મ્યુ.કોર્પોરેશનની લોબીમાં ચર્ચાઇ રહ્યુ છે.

(3:09 pm IST)