Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કોરોનાની ત્રીજી લહેર સામે

ચૌધરી હાઈસ્કુલ ખાતે રાજયની પ્રથમ પોર્ટેબલ ઈન્ડો અમેરીકન હોસ્પિટલ ઉભી કરવા સંદર્ભે તમામ સામાન આવી પહોંચ્યો : ૩II કરોડના ખર્ચે હોસ્પિટલ ઉભી કરાશે

કલેકટર તંત્રનું ખાસ માર્ગદર્શન : જો કોરોનાની લહેર ન આવે તો અન્ય ચેપી રોગો તથા અન્ય રોગ અંગે પણ સારવાર કરવા હોસ્પિટલ તંત્રની કવાયત

રાજકોટ, તા. ૧ : કોરોના રાજકોટ શહેર જીલ્લામાંથી પૂરો થયો પરંતુ ત્રીજી લહેર સામે સાવચેતી સંદર્ભે રાજકોટ કલેકટર તંત્રના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલ ચૌધરી હાઈસ્કુલના મેદાનમાં ઈન્ડો-અમેરીકન સ્ટાઈલથી ૩ાા કરોડના ખર્ચે પોર્ટેબલ હોસ્પિટલ ઉભી કરવાનું આયોજન કરાયુ હતું. જે સંદર્ભે સિવિલ હોસ્પિટલ ખાતે તેનો સામાન આવી જતા હવે આગામી દિવસોમાં ચૌધરી હાઈસ્કુલ ખાતે આ નવી હોસ્પિટલનું આખુ પ્લેટફોર્મ ૪ થી ૫ દિવસમાં ઉભુ કરવાનું શરૂ કરી દેવાશે.

જો કોરોનાકાળની ત્રીજી લહેર આવે તો દર્દીઓને તાત્કાલીક ત્યા જ સારવાર મળી રહે ૧૦૦ થી ૧૫૦ બેડની હોસ્પિટલ ઉભી કરી લેવાઈ તે અંગે કાર્યવાહી શરૂ કરી લેવા અધિકારી વર્તુળોએ આદેશ આપ્યો છે.

જો કોરોનાની લહેર ન આવે તો પણ સાવચેતીરૂપે આ હોસ્પિટલ ઉભી કરી હાલ ચાલુ રખાશે. વારંવાર આવતા ચેપી રોગો ઈન્ડોર- આઉટડોર પેશન્ટ તે સહિતની મેડીકલ સુવિધા અંગેની તમામ કાર્યવાહી શરૂ થશે.

આ ઈન્ડો અમેરીકન હોસ્પિટલ અંગે ગુજરાત સરકારે અગાઉથી જ મંજૂરી આપી દીધી છે. હવે સિવિલ હોસ્પિટલનું તંત્ર આ પોર્ટેબલ હોસ્પિટલ અંગે યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરશે.

(3:09 pm IST)