Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

લોધીકાના દુષ્કર્મના ગુન્હામાં ૬ વર્ષથી વોન્ટેડ પરપ્રાંતીય આરોપી પકડાયો

રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લઇ લોધીકા પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૧: લોધીકા પોલીસ મથકના દુષ્કર્મના ગુન્હામાં ૬ વર્ષથી વોન્ટેડ આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.

જીલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા નાસતા ફરતા આરોપી શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરાવમાં આવેલ હોય જે અનુસંધાને લોધીકા પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુન્હા રજી. નં. ર૭/ર૦૧૪ આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ મુજબના ગુન્હાનો આરોપી ઇસ્વરભાઇ નરસીંહ ઉર્ફે નકુભાઇ મંડોરીયા રહે. કદવાલ, તા. કઠીવાડા જી. અલીરાજપુર, મધ્ય પ્રદેશ વાળો ઉપરોકત ગુન્હાના કામે નાસતો ફરતો હોય. જે હાલમાં રાજકોટ હોસ્પીટલ ચોક ખાતે આવવાની હકિકત આધારે તપાસ કરતા મળી આવતા સદર આરોપીને હસ્તગત કરી લોધીકા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

આ કામગીરી રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પો. સબ. ઇન્સ. વી. એમ. કોલાદરા, એ.એસ.આઇ. કરશનભાઇ કલોતરા, પો. હે. કોન્સ. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઇ ધાધલ નારણભાઇ છૈયા, પો. કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકી, કુમારભાઇ ચૌહાણ, રિયાઝભાઇ ભિપૌત્રા તથા ડ્રા.એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર અને ડ્રા.પો. કોન્સ. વિરમભાઇ સમેચાએ કરી હતી.

(3:12 pm IST)