Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ભકિતનગર ટેલીફોન એકસચેન્જમાં બ્રોડ બેન્ડ સર્વિસનો પ્રારંભ

હવે સરકારી અર્ધ સરકારી કચેરીઓ કોર્પોરેટર કચેરીઓ સહેલાઇથી બલ્ક મેસેજ કરી શકશે

રાજકોટ તા. ૧ :.. બીએસએનએલનાં ર૧મા સ્થાપના દિવસ અનુસંધાને રાજકોટમાં બીએસએનએલ ગુજરાત ટેલીકોમ સકંલનના ચીફ જનરલ મેનેજર અમદાવાદ દ્વારા ઓપ્ટીકલ લાઇન ટર્મીનલ દ્વારા નવી બ્રોન્ડ બેન્ડ સર્વિસનો પ્રારંભ કરાયો. ભકિતનગર ટેલીફોન એકસચેન્જ એરીયામાં હવે સહેલાઇથી બ્રોડબેન્ડ કનેકશન નવી ટેકનોલોજી મુજબ મળશે. ચીફ જનરલ મેનેજર શ્રી સંદિપ સાવરકર તથા રાજકોટના જનરલ મેનેજરશ્રી યોગેશકુમાર ભાસ્કર દ્વારા વિશેષ સુવિધાઓ ઉપરાંત  આઉટ બાઉન્ડ ડાયલીંગ એન્ડ સર્વે સર્વિસને પણ પ્રારંભ કરાયો આથી અવે કોર્પોરેશન યુનિવર્સિટી પીજીવીસીએલ જેવી સંસ્થાઓ માટે હવે વોઇસ મેસેજ બલ્કમાં મોકલી શકાશે. ગ્રાહકોને વોઇસ મેસેજ દ્વારા તમામ માહિતી આપી શકાશે. ગ્રાહકોને વોઇસ મેસેજ દ્વારા તમામ માહિતી આપી શકાશે.

જેમાં પ્રમોશન બેઇઝ પ્રોડકટસ સ્કીમો, વોટર ટેક્ષ રીકવરીની માહિતી પ્રોપટી ટેક્ષની માહિતી યુનિવર્સિટીઓ માટે એડમશીન ડેઇટ રિઝલ્ટ અંગેની માહિતી - એડમીશન - કોર્ટો માટે - કોર્ટમાં હાજર થવા અંગેની માહિતી બુથ માટે, બુથ માહિતી, વોટીંગ રાઇટ જેવા અનેક વિધ ફાયદાઓ થશે.

ગ્રાહકોને ફાયદા થશે

ઉપરાંત ગ્રાહકો માટે વિશેષ સુવિધાઓ શરૂ કરવામાં આવેલ છે. ઓ. એલ. ટી. ઓપ્ટીકલ લાઇન ટર્મીનલ દ્વારા રાજકોટના વિવિધ વિસ્તારોમાં બ્રોડ-બેન્ડની સુવિધાઓ આપી શકાશે જેમાં વિવિધ પ્લાન મુજબ ખુબ જ સારી કલીયારીટી -સ્પીડ તથા સેવાઓ પ્રકાત થશે. તાજેતરમાં ગુજરાત ખાતેના બીએસએનએલ.ના ચીફ જનરલ મેનેજરશ્રી સંદિપ સાવરકર સૌરાષ્ટ્ર-જામનગર - રાજકોટની મુલાકાતે આવેલ તથા બીએસએનએલ.ના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ યોજી વિવિધ માહિતી મેળવેલ હતી.

જેમાં રાજકોટના જનરલ મેનેજરશ્રી યોગેશકુમાર ભાસ્કર ડીજીએમ શ્રી એ. એમ. પરમાર, આઇ. એફ. એ. શ્રી કિશોર પરમાર તથા ટેકનીકલ અને ફાઇનાન્સ થી ટીમ સાથે રહી રાજકોટમાં મીટીંગ કરવામાં આવેલ તથા રાજકોટના ભકિતનગર વિસ્તારમાં ચીફ જનરલ મેનેજર તથા રાજકોટની બીએસએનએલ. ની ટીમ દ્વારા  ઓ. એલ. ટી. બેઇઝ બ્રોડ બેન્ડ સુવિધાનાં પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગ્રાહકોને ખુબ જ સારી સ્પીડ આધારિત સેવાઓ પ્રાપ્ત થયે રાજકોટના વિવિધ વિસ્તારોમાં સર્વે કરી બ્રોડ બેન્ડ  સુવિધાઓ ફ્રેન્ચાઇઝી બેઇઝ શરૂ કરવામાં આવી રહી છે જેનાથી ગ્રાહકોને ખૂબ સારી કનેકટીવીટી મળશે.

(3:14 pm IST)