Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

'જન આર્શિવાદ યાત્રા' નો રૂટ તૈયાર : વિવિધ સમિતિઓની રચના અર્થે ભાજપની બેઠક

રાજકોટ : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી  તેમજ ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે  અને ભાજપા સરકાર દ્વારા કરાયેલા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસર પ્રજાના આશિર્વાદ મેળવવા માટે આ 'જન આશિર્વાદ યાત્રા'નું આયોજન કરાયેલ હોય તે અંતર્ગત રાજકોટ ખાતે રાજયના મંત્રીશ્રી અરવીંદભાઈ રૈયાણીની 'જન આશિર્વાદ યાત્રા' તા.૩ ના યોજાનાર હોય શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ નો પ્રારંભ કરવામાં આવેલ છે. તૈયારીના ભાગરૂપે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં અને ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા,  શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ  ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં શહેરની રાણીંગા વાડી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડપ્રમુખ–મહામંત્રી,પ્રભારીઓ,કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સદસ્યો, મોરચાના પ્રમુખ, મહામંત્રી, સેલ સંયોજકો ઉપસ્થિત રહયા હતા. આ બેઠકમાં માર્ગદર્શન આપતા કમલેશ મિરાણી તેમજ ધનસુખ ભંડેરીએ  જણાવેલ કે, શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા.ર/૧૦ સવારે ૯:૩૦ મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અંતર્ગત જયુબેલી  બાગ ખાતે પુષ્પાંજલી કાર્યક્રમ ત્યારબાદ ખાદીભવન ખાતે સામુહીક ખાદીખરીદીનો કાર્યક્રમ અને તા.૩ના મંત્રીશ્રી અરવીંદભાઈ રૈયાણીની ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી પ્રારંભ થનાર 'જન આશિર્વાદ યાત્રા' તેમજ તા.૮ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની માધાપર ચોકડીથી પ્રારંભ થનાર 'જન આશિર્વાદ યાત્રા'નું સ્વાગત કરાશે. વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ અગ્રણીઓને મહાનગર સ્તરે અને વોર્ડવાઇઝ જવાબદારીની સોંપણી કરાઈ હતી.  આ તકે જીતુ કોઠારી, કિશોર રાઠોડ અને નરેન્દ્રસિહ ઠાકુરે જણાવેલ કે આ ભજન આશિર્વાદ યાત્રાભ માં શહેર ભાજપની પેજસમિતિ, બુથ સમિતિ, શકિતકેન્દ્રોથી લઈ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાશે.બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડે અને અંતમાં આભાર વિધિ નરેન્દ્રસિંહ ઠાકુરે કરેલ બેઠકની વ્યવસ્થા જીતુ કોઠારીએ સંભાળેલ હતી.તેમજ આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી તેમજ રમેશભાઈ જોટાંગીયાએ  જહેમત ઉઠાવી હતી.

(3:16 pm IST)