Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

''વર્લ્ડ હાર્ટ ડે'' નિમિતે ''રાઇડ ફોર માય હાર્ટ'' સાયકલ રેલી

 રાજકોટઃ ર૯ સપ્ટે. વર્લ્ડ હાર્ટ ડે નિમિતે રાઇડ ફોર માય હાર્ટ નામથી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ. રેલીનો હેતુ લોકો પોતાના હૃદયની બીમારીઓ વિશે જાગૃત થાય અને હૃદય રોગથી બચી શકે તે માટેનો હતો. સમગ્ર રેલી ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવેલ તેમાં રોટરી કલબ ઓફ રાજકોટ અને રાજકોટ રેન્ડોનીયર્સ સહ આયોજક તરીકે જોડાયા હતા. આ રેલીમાં ભાગ લેવા માટે ફ્રી રજીસ્ટરેશન રાખવામાં આવેલ જેમાં માત્ર ર દિવસમાં આશરે ર૭પ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલ. અનરાધાર વરસાદ છતાં ૧૦૦ જેટલા સાયકલિસ્ટ રેલીમાં જોડાયા રેલી નાના મવા રોડથી શરૂ થઇ ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે સમાપ્ત થઇ આ તકે ક્રાઇસ્ટ હોસ્પિટલીના હૃદય રોગ વિભાગના નિષ્ણાત તબીબો ડો. હર્ષ ધોણીયા, ડો. નિલેશ કથીરિયા, ડો. સર્વેશ્વર પ્રસાદ અને ડો. સ્નેહલ ઢોળતીયા પણ રેલીમાં જોડાયા. હૃદય રોગથી બચવામાં સાયકલની ઉપયોગીતા જણાવી હતી. રેલીમાં રાજકોટના ડી.સી.પી. શ્રી પ્રવીણ મીણા પણ જોડાયા ને સાયકલ સવારોને પ્રોત્સાહીત કર્યા રેલીને ક્રાઇસ્ટ હોસ્પિટલના ડાયરેકટર ફાધર થોમસ, ફાધર અનીશ, રોટરી કલબ ઓફ રાજકોટના પ્રેસિડેન્ટ પરેશ બાબરીયા, રાજકોટ રેન્ડોનીયર્સના પરાગ તન્ના, વિજય દોંગા તેમજ અન્ય ઉપસ્થિતએ ફલેગ ઓફ કરી હતી. ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે તમામ સાયકલ વીરોને આશરે નવ હજારના મૂલ્યના હેલ્થ ચેક અપ કાર્ડ તેમજ પ્રમાણપત્રથી પ્રોત્સાહીત કરવામાં આવ્યા. આયોજનમાં સાયકલ ઝોનના ધર્મેશ ટાંક, અમિત ટાંક અને ભારત સાયકલ્સના અનિકેત રૂપારેલિયાનો અભૂતપૂર્વ સહકાર મળેલ, કાર્યક્રમનું સંચાલન ૯ર.૭ બિજ એફએમના આરજે વિનોદ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા જોય મેકવાન, પરાંગ તન્ના, વિજય દોંગા સહીત ૪પ થી વધુ સભ્યોની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

(3:26 pm IST)