Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

રાજકોટ કલેકટરના હસમુખ પરસાણીયા-લાવડીયા-હાંસલીયા સહિત ૧૧૮ નાયબ મામલતદારને પ્રમોશનઃ મોડી રાત્રે બઢતી-બદલીના ઓર્ડરો

પરસાણીયા મોરબી તો રાણા લાવડીયા થાનગઢ મુકાયાઃ ચોવટીયા-ધાનાણી-પંડયાને પણ દિવાળી ફળી ગઇ...

રાજકોટ તા. ૧ :.. રાજયના મહેસુલ ખાતાએ મોડી રાત્રે મામલતદારશ્રી ડે. કલેકટર અને નાયબ મામલતદારથી મામલતદારના બદલી-બઢતીના પ્રમોશનના ઓર્ડરો કરી ઘણા દિવસથી રાહ જોઇ રહેલા અધિકારીઓની દિવાળી સુધરી દિધી છે.

નાયબ મામલતદારના પ્રમોશનની વિગત જોઇએ તો રાજકોટ પુરવઠામાં નાયબ મામલતદાર તરીકે સપાટો બોલાવનાર અને સતત પ થી ૬ વર્ષથી કરોડોનું સીઝર કરનાર તથા તેમજ ભૂતકાળમાં મવડીમાં વહેલી સવારે ૬ વાગ્યે બુટલેગરને ત્યાં દરોડો પાડી રાજકોટમાં ચર્ચા જગાવનાર ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપી લેનાર હસમુખ પરસાણીયાને બઢતી સાથે મોરબી મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત લોધીકામાં છેલ્લા ૧ાા વર્ષ સતત સફળ કામગીરી કરી રાજકોટ જીલ્લામાં લોધીકાને ફર્સ્ટ નંબરે મૂકનાર રાણા લાવડીયાને બઢતી સાથે થાનગઢ મુકવામાં આવ્યા છે, તો પુરવઠામાં ઝોનલ-૧ માં ઝોનલ ઓફીસર તરીકે સફળ કામગીરી કરી ૧૦૦ ટકા લક્ષ્યાંક પુરો કરનાર શૈલેષ હાંસલીયાને પણ જામનગર નિમણુંક અપાઇ છે.

આ ઉપરાંત રાજકોટ કલેકટરના બલવંત પંડયાને અમદાવાદ, ચુનીલાલ ચોવટીયાને રાજકોટ-મામલતદાર-ડીઝાસ્ટરમાં અને વિનોદરાય ધાનાણીને ગીર સોમનાથ સુત્રપાડાનો હવાલો સોંપાયો છે.

રાજય સરકારે કુલ ૧૧૮ નાબય મામલતદારને પ્રમોશન આપ્યા છે, જયારે ચૌહાણ અને ઝાલાને હાઇકોર્ટના આખરી ચૂકાદાને આધીન એડહોક ધોરણે બઢતી અપાઇ છે.

(10:49 am IST)