Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

ડીસ્ટ્રીકટ જજનો પરિપત્ર રદ નહિ થાય તો લોક-અદાલતનો બહિષ્કાર કરાશેઃ બાર. એસો.

રાજકોટ તા.૧: રાજકોટ બાર એસોસીએશનની અરજન્ટ મીટીંગ  તા.૩૧-૧૦-૨૦૨૧ના રોજ બપોરે ૧.૩૦ કલાકે તાજેતરમાં નામદાર મુખ્ય જીલ્લા ન્યાયધીશ દ્વારા તા.૧૮-૧૦-૨૧ના રોજ પરીપત્ર નંબર ૭૮૬/૨૦૨૧થી બહાર પાડવામાં આવેલ છે તેના અનુસંધાને બાર એસોસીએશનના રૂમમા કારોબારી સમીતીના સભ્યો તથા ૩પથી વધુ સીનીયર આમંત્રીત વકીલ શ્રી ઓની ઉંપસ્થિતીમાં મળેલી અને સદરહું પરીપત્ર સબંધે ચર્ચા વિચારણા કરેલી બધા ઉંપસ્થિત વકીલોના મંતવ્યો જાણેલા અને પુખ્તપણે ચર્ચા વિચારણા કરેલી અને મીટીંગના અંતે સર્વાનુમતે એવુ ઠરાવવામાં આવેલ છે કે રાજકોટ બાર એસોસીએશન નામદાર મુખ્ય જીલ્લા ન્યાયધીશ રાજકોટના પરીપત્ર નંબર બી/૭૮૬/૨૦૨૦-૨૧ તારીખઃ ૧૮-૧૦-૨૦૨૧ના પરીપત્રનો સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.
સદરહું પરીપત્ર ગેરબંધારણીય, ગેરકાયદેસર,  માલાફાઇડ, અન્યાયી હોય તે પરીપત્ર રદ કરવા ગુજરાત હાઇકોર્ટના  ચીફ જસ્ટીસ, ગુજરાત હાઇકોર્ટના  યુનીય જસ્ટીસ  (રાજકોટ ડીસ્ટ્રીકટ) ચેરમેનેશ્રી, બાર કાઉંન્સીલ ઓફ ગુજરાત, ચેરમેન શ્રી બાર કાઉંન્સી ઓફ ઇન્ડીયાને આ પરીપત્ર તાકીદે પરત ખેંચવા રાજકોટ બાર એસોસીએશનના એ વહેલીતકે લેખીતમાં રજુઆત કરવી અને તે પત્રની એક નકલ નામદાર મુખ્ય જીલ્લા ન્યાયધીશ શ્રી રાજકોટને સાદર કરવી અને તે રીપ્રઝેન્ટેશન પત્રનું ડ્રાફટીંગ કરવા માટે (૧) શ્રી આર.એમ.વારોતરીયા (૨) શ્રી મહર્ષીભાઇ પડયા, (૩) શ્રી બીપીનભાઇ મહેતા (૪) શ્રી અનીલભાઇ આર.દેસાઇ (પ) શ્રી સંજયભાઇ જે.વ્યાસ (૬) શ્રી જયેશભાઇ દોશીને સતા આપવામાં આવે છે અને સદરહું રીપ્રઝન્ટેશન રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખશ્રી/સેક્રેટરીશ્રીએ તાત્કાલીક મોકલવાનો અનુરોધ કરવામાં આવે ે અને આ ઠરાવના આધારે જે રીપ્રઝન્ટેશન તૈયાર કરવામાં આવે તેમા આજરોજ મળેલ મીટીંગનો ઉંલ્લેખ કરવો તેવી રીપ્રેન્ઝટેશન તૈયાર કરનારને વિનંતી કરવામાં આવે છે.
રાજકોટ બાર એસોસીએશનની આજની મીટીંગમાં વિશેષમાં ઠરાવવામાં આવે છે કે જો સદરહું પરીપત્ર રદ કરવામાં ન આવે તો આગામી તમામ લોક અદાલતનો બહીષ્કાર કરવો અને રાજકોટ જીલ્લાના તમામ તાલુકા બાર એસોસીએશનના પ્રમુખ અને હોદેદારોને તેમા સહકાર આપવાની વિનંતી કરવામાં આવે છે. તેમ સેક્રેટરી જોજ્ઞેશ જોષીની યાદીમાં જણાવાયુ છે.

 

(11:17 am IST)