Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

નવાગામમાં નાના ભાઇની પત્નિની પજવણી કરનારને ટપારતાં વિજય પર પથ્થરમારો

અન્ય બનાવોમાં સાત હનુમાન પાછળ શૈલેષ જાદવ પર, થોરાળામાં દિનેશ અને તેના સાસુ પર હુમલોઃ સરધારમાં પોલીસ ચોકી સામે શૈલેષ મકવાણાને પાઇપના ઘા

રાજકોટ તા. ૧: મારામારીના ચાર અલગ અલગ બનાવો બનતાં ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં વિશાલ સુરેશભાઇ રાઠોડ (ઉ.૨૪)ને ત્યાં જ રહેતાં વિજયએ ઝઘડો કરી પાણાનો ઘા કરી ઇજા કરતાં સારવાર માટે સિવિલમાં દાખલ થતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી. વિશાલ સહિતના ઘર પાસે ઉભા હતાં ત્યારે તેના નાના ભાઇની પત્નિનો વિજયએ ચાળો કરતાં તેને ઠપકો આપતાં હુમલો કરાયાનું જણાવાયું હતું.

અન્ય બનાવમાં કુવાડવા રોડ સાત હનુમાન પાછળ રહેતો શૈલેષ શામજીભાઇ જાદવ (ઉ.૨૭) નદી કાંઠે હતો ત્યારે ગોપાલ, રણછોડ, સુનિલ સહિતે પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતાં ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. શૈલેષ સિમેન્ટના ડેલામાં મજૂરી કરે છે. જુના ડખ્ખાને કારણે હુમલો થયાનું ખુલ્યું હતુ.

ત્રીજા બનાવમાં થોરાળા રામનગર-૭ અજય વે બ્રીજ પાસે રહેતાં દિનેશ જીવરાજભાઇ મકવાણા (ઉ.૩૪) તથા તેના સાસુ મંજુલાબેન અશોકભાઇ રાઠોડ (ઉ.૪૭)ને ઘર પાસે જેઠા, કોૈશિક સહિતે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી પાણકાના ઘા કરી ઇજા કરતાં સિવિલમાં દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. દિનેશે કહ્યું હતું કે મારા સાળા હિતેષના ઘરે તેનો સાળો કોેશિક સહિતના માથાકુટ કરવા આવ્યા હોઇ પોતે વચ્ચે પડતાં હુમલો થયો હતો. જેમાં સાસુને પણ ઇજા થઇ હતી.

ચોથા બનાવમાં સરધાર રહેતાં શૈલેષ જગદીશભાઇ મકવાણા (ઉ.૩૫)ને રાતે સરધાર પોલીસ ચોકી નજીક ચંદુ, અશોક અને કિશને ઝઘડો કરી પાઇપથી માર મારતાં રાજકોટ સિવિલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

(12:05 pm IST)