Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

૫૦ વર્ષના કેશુની વિકૃત કામલીલાઃ ૧૦ વર્ષના બાળકને ધમકાવી કહ્યું-હસ્ત મૈથુન કરી દે નહિતર ઘરે નહિ જવા દઉં

આજીડેમની ટેકરી પાછળ હવસખોર ન કરવાનું કરાવતો'તો ત્યાં જાગૃત નાગરિક જોઇ જતાં પોલીસને સોંપ્યો થોરાળા પોલીસે અપહરણ-પોકસોની કલમો હેઠળ કાર્યવાહી કરી હવસખોરીનું ભૂત ઉતારી નાંખ્યું

રાજકોટ તા. ૧: આજી વસાહત વિસ્તારમાં રહેતાં ૫૦ વર્ષના ઢગાએ ૧૦ વર્ષના એક બાળકને આજીડેમના મેલડીમાતાના મંદિરે દર્શન કરાવવાના બહાને લઇ જઇ પહેલા દર્શન કરાવી બાદમાં ઉપરની ટેકરી પર ચઢી ત્યાંથી પાછળના ભાગે લઇ જઇ પોતાનું પેન્ટ ઉતારી 'મને હસ્ત મૈથુન કરી દે નહિતર ઘરે નહિ જવા દઉં' તેવી ધમકી આપી ન કરવાનું કરાવતાં એ વખતે જ એક ભાઇ આવી જતાં ઢગાને દબોચી પોલીસને સોંપતાં પોલીસે તેની હવસખોરી ઉતારી નાંખી હતી.

આ બનાવમાં થોરાળા પોલીસે ભોગ બનેલા ૧૦ વર્ષના બાળકના પિતાની ફરિયાદ પરથી ૮૦ ફુટ રોડ આજી વસાહત આંબેડકરનગર-૫માં રહેતાં ૫૦ વર્ષના ઢગા કેશુ દાનાભાઇ પરમાર સામે આઇપીસી ૩૬૩, ૫૦૬ તથા પોકસોની કલમ ૮, ૧૨ મુજબ ગુનો નોંધી તેને સકંજામાં લઇ કોરોના રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

બાળકના પિતાએ પોલીસને જણાવ્યું છે કે મારે પાંચ્ સંતાન છે. જેમાં એક દિકરો ૧૦ વર્ષનો છે. રવિવારે હું તથા મારા માતા ઘરે હતાં ત્યારે પડોશી આવેલા અને મને કહેલું કે હમણા પોલીસની ગાડી આવશે. એ પછી ગાડી મારા ઘર પાસે આવી હતી અને મને થોરાળા પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં. જ્યાં મારો ૧૦ ર્ષ્વાનો દિકરો અને બીજા બે ભાઇઓ હતાં. એ ભાઇઓએ પોતાના નામ ઇકબાલભાઇ અને ઇમરાનભાઇ જણાવ્યા હતાં.

આ બંનેએ મને કહ્યું હતું કે અમે મિત્રો આજીડેમ મેલડી માતાના મંદિરની બાજુમાં જલાલશાપીરની દરગાહે જમવા ગયા હતાં. ત્યાં જમ્યા બાદ સાફ સફાઇ કરી દરગાહ પાછળ કચરો નાખવા ગયા ત્યારે એક છોકરાનો અવાજ આવતાં મેં ઉપરથી જોતાં નીચેના ભાગે નદી કાંઠે એક ભાઇ આ છોકરાને પોતાનું ગુપ્તાંગ પકડાવી તેની પાસે હસ્તમૈથુન કરાવતાં હતાં. આથી નીચે જઇ જોતાં એ ભાઇનું પેન્ટ ઉતેરેલુ હતું. તેને નામ પુછતાં કેશુ દાનાભાઇ પરમાર કહ્યુ઼ હતું. છોકરાએ પણ પોતાનું નામ જણાવતાં અમે આ બંનેને અહિ પોલીસ સ્ટેશને લાવવા માટે રવાના થયા હતાં.

કેશુનું મોટરસાઇકલ રસ્તામાં આજીડેમ મંદિર પાસે રાખ્યું હોઇ ત્યાં રોડ કટીંગથી સર્વિસ રોડ પર આવતાં કેશુએ ભાગવાનો પ્રયાસ કરતાં અમે બીજા લોકોની મદદથી તેને પકડી લઇ પોલીસને ૧૦૦ નંબર પર જાણ કરી હતી. એ પછી કેશુ અને બાળકને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે.

આ પછી મેં મારા દિકરાને શું થયું? તેમ પુછતાં તેણે કહ્યું હતું કે હું બપોરે બીજા છોકરાવ સાથે ક્રિકેટ રમીને ઘરે પાછો આવતો હતો ત્યારે મને ઓળખીતા કેશુભાઇ પરમાર મળ્યા હતાં. તેની પાસે મોટર સાઇકલ હતું. તેણે મને 'ચાલ આપણે મેલડી માતાના મંદિરે દર્શન કરવા જવું છે' તેમ કહેતાં હું તેના વાહનમાં બેસી ગયો હતો. પહેલા તેણે મને મંદિરે દર્શન કરાવ્યો હતો. એ પછી ઉપરના ભાગે ટેકરી છે ત્યાંથી પાછળની તરફ લઇ ગયેલ. એ પછી કેશુભાઇએ કહેલું કે-....કર નહિતર ઘરે નહિ જાવા દઉં. તેણે મને ધમકાવ્યા બાદ તેનું પેન્ટ ઉતારી નાંખ્યું હતું. એ પછી મેં ગભરાઇને તેણે કીધું એમ કર્યુ હતું. ત્યાં જ એક ભાઇ આવી ગયા હતાં અને અમને વાહનમાં બેસાડી રોડ પર લાવી પોલીસ બોલાવી હતી.

થોરાળા પોલીસ મથકના પીઆઇ બી. એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ એચ. આર. હેરભાએ ગુનો નોંધી હવસખોરને કાયદાનું ભાન કરાવ્યું છે. (૧૪.૬)

કેશુ ચાર સંતાનનો પિતાઃ ભુલ થઇ ગયાનું ગાણું ગાયું

બાળક સાથે અજુગતું કરતાં ઝડપાઇ ગયેલો ૫૦ વર્ષનો ઢગો કેશુ મજુરી કરે છે. તે ચાર સંતાનો પિતા છે અને પત્નિ પણ છે. પોતાનાથી ભુલ થઇ ગયાનું રટણ તેણે કર્યુ હતું. 

(12:08 pm IST)